જ્યારે ડિરેકટર મારા રૂમમાં દારૂ પીને આવ્યો અને પછી મને કહ્યૂં કે….

0 0

આજકાલ હોલિવૂડમાં નિર્માતા-નિર્દેશકો તથા વિવિધ કલાકારો દ્વારા અભિનેત્રીઓના શોષણની ચર્ચાઓ ગરમ છે. જેવા લોકો પર આવા આક્ષેપ લાગ્યા છે તેમાં હાર્વે વેન્સ્ટીન, કેન્ડી ડિક, ડેવિડ ગુઈલોર્ડ, ડસ્ટિન હોફમેન, ઈશાન કેથ તથા જેમ્સ ટોબેક જેવાં નામ સામેલ છે.
આ બાબતમાં બોલિવૂડ હજુ ચૂપ છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓએ પોતાની સાથે બનેલી આવી ઘટનાઓ અંગે બોલવાનું શરૂ કરી દીધું છે. સ્વરા ભાસ્કર પણ આમાંની એક છે.

તે કહે છે, ”જાતીય શોષણ એક વૈશ્વિક મુદ્દો છે, કેમ કે તેનો મૂળ સંબંધ તાકાત કે તેના ખોટા ઉપયોગ સાથે છે. કોઈ પણ સંબંધ ગમે તેટલો અંતરંગ કેમ ના હોય, તે તાકાત વગરનો હોતો નથી. અનિયંત્રિત કાર્યસ્થળો પર તાકાતની જ બોલબાલા હોય છે. આવું બોલિવૂડમાં પણ છે. ફિલ્મના સેટ પર મહિલાઓ સાથે સામંતવાદી વ્યવહાર કરાય છે. તેથી કહી શકાય કે અમારી કર્મભૂમિમાં જાતીય શોષણનાં બીજ પહેલાંથી જ રોપાય છે.

સ્વરા ભાસ્કર પોતાની વાત કરતાં કહે છે, ”મારે સેટ્સ પર ઘણી વાર છેડતીનો શિકાર થવું પડ્યું છે. એક વખત દૂરના સ્થળ પર આઉટડોર શૂટિંગ દરમિયાન ડિરેક્ટરે મને મેસેજ મોકલીને ડિનર માટે આમંત્રિત કરીને ખૂબ પરેશાન કરી. તે દિવસભર મારો પીછો કરતો રહ્યો. મને કહેવાયું કે હું હોટલમાં તેના રૂમ પર જાઉં અને સીન માટેની ડિસ્કસ કરું. ત્યાં જઈને મેં જોયું તો તે દારૂ પીતો હતો. ત્યાર બાદ તેણે પ્રેમ અને સેક્સ વિશે વાતો કરવાનું શરૂ કર્યું. એક રાત્રે તે મારા રૂમમાં આવી ગયો. તેણે દારૂ પીધો હતો. મને આલિંગનમાં લેવા કહ્યું. તે ખૂબ જ ડરામણો અનુભવ હતો. •

loading...

Leave A Reply

Your email address will not be published.