Public Review: ‘ઓક્ટોબર’ ફિલ્મ લાગણીઓને ઝંઝોડી નાખે તેવી સંવેદનશીલ ફિલ્મ

ફિલ્મનાં સિનેમેટોગ્રાફી-‌િડરેક્શન કમાલનાં છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર વરુણ એક ફાઇવસ્ટાર હોટલમાં ઇન્ટર્ન‌િશપ કરે છે. તેની એક્ટિંગ જબરદસ્ત છે. વરુણ અને બ‌િનતાની કેમિસ્ટ્રી જામે છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.
પ્રીતેશ ખાંટ, સેટેલાઇટ

‘ઓક્ટોબર’માં સુજિત સરકારે ફિલ્મની સ્ટોરીને સુંદર રીતે પરદે ઉતારી છે. જૂહી ચતુર્વેદીએ પ્રશંસનીય સ્ક્રીનપ્લે લખ્યો છે. આ ફિલ્મમાં ગીતો નથી. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મમાં વધારે ‌િનખાર લાવે છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. દીપક પારગી, બોપલ

નિર્દેશન-સિનેમેટોગ્રાફી, લોકેશન-આર્ટ દરેક બાબતમાં ફિલ્મ ચ‌િઢયાતી છે. વરુણ અને બ‌િનતાની કેમિસ્ટ્રી સારી છે. ફિલ્મમાં બનિતા કોમામાં હોય છે ત્યારના હોસ્પિટલના સીન જોવાલાયક છે. હું ફિલ્મની સ્ટોરીના કારણે ૩.પ સ્ટાર આપીશ. સાહિલ પટેલ, નહેરુનગર

વરુણ હોટલની ટ્રે‌િનંગ દરમિયાન પોતાના કામમાં સિરિયસ નથી હોતો એટલે તેને હોટલમાંથી કાઢી મૂકવામાં આવે છે.
ત્યારબાદ એક દિવસ હોટલના ચોથા માળથી બનિતા સંધુ નીચે પડી જાય છે અને પછી વરુણ ધવનની જિંદગીમાં બધું જ બદલાઇ જાય છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.ગાઝી લુકમાન, સરખેજ

ફિલ્મની સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે બનિતા સંધુ વરુણ ધવનને પસંદ કરવા લાગે છે અને તેની જાણ વરુણને નથી હોતી. આ દરમિયાન એક દુર્ઘટના બને છે. ત્યારબાદ વરુણ હોસ્પિટલમાં જ રહે છે હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.
કુંતલ ઉપાધ્યાય, રાણીપ

બનિતાના અકસ્માત બાદ પરિવારજનોના જીવનમાં આવેલી સ્થિરતાને ફિલ્મમાં ઘણી જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.શૈશવ પરમાર, શિવરંજની

You might also like