આ પુરુષોની તરફ સૌથી વધારે આકર્ષિત થાય છે મહિલાઓ

મહિલાઓ પુરુષોમાં કઇ ખુબીઓ શોધતી હોય છે તે જાણો છો? સદીઓ જૂના આ સવાલ જવાબમાં વૈજ્ઞાનિકોએ નવી શોધ કરી છે અને તે છે લાંબા પગ. જોકે બહુ લાંબા પગવાળા પુરુષો નહી પણ સામાન્યથી થોડા લાંબા પગવાળા પુરુષોથી મહિલાઓ આકર્ષિત થતી હોવાનું સર્વેમા આવ્યું છે. લાંબા હાથવાળા પુરુષો ગર્લ્સને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

યૂનિવર્સિટી ઑફ કેમ્બ્રિઝમાં થયેલ અભ્યાસના કો-ઑથથર થોમસ વર્સલુય્ઝે કહ્યું કે ઓનલાઈન સર્વેમાં અમેરિકાની 800 મહિલાઓને એવા મેલ ફિગર્સને પસંદ કર્યા જેમના પગ લાંબા હોય. જો કે વધુ લાંબા પગવાળા પુરુષોને મહિલાઓએ નકારી કાઢ્યા હતા.

19થી 76 વર્ષની વચ્ચેની વિવિધ એજ ગ્રુપની મહિલાઓને પુરુષોની કેટલીક કોમ્પ્યુટર જનરેટેડ તસવીરો દેખાડવામાં આવી હતી અને પૂછવામા આવ્યું હતું કે આમાંથી સૌથી વધુ એટ્રેક્ટિવ કોણ દેખાય છે? આ તમામ તસવીરોમાં પુરુષોના હાથ અને પગની લંબાઈમાં સામાન્ય ફરક હતો. સર્વેમાં સામેલ મહિલાઓએ સામાન્યથી થોડા વધુ લાંબા પગવાળા પુરુષોને એટ્રેક્ટિવ ગણ્યા.

આ સર્વેનું રિજલ્ટ જણાવે છે કે પુરુષોના પગની લંબાઈ એમના સેક્શ્યુઅલ સિલેક્શનમાં મહત્વનો રોલ ભજવે છે. થૉમસ કહે છે કે માનવનો વિકાસ થવો શરૂ થયો ત્યારથી જ આ ચાલતું આવ્યું હોવાથી આ ફેક્ટર અતિ મહત્વનું છે. આમાં સ્વાસ્થ્ય અને પોષણ જેવી વસ્તુઓ પણ સામેલ છે.

You might also like