Categories: India

PoKની પોલીસે પણ માન્યું, થઇ હતી સર્જિકલ સ્ટ્રાઇક, 5 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા

નવી દિલ્હીઃ પાક અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં 50 આતંકિઓ સાથે ઓછામાં આછા 5 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે. આ માહિતી એક ખાનગી ચેનલમાં પાકિસ્તાનના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કરેલા ખુલાસાને આધારે સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ચેનલમાં પાકિસ્તાની અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે કે સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી. મીરપુર રેજના પોલીસ અધીક્ષક ગુલામ અકબરના રેકોર્ડિગનાં એવું કહેતા સંભળાય છે કે 29 સપ્ટેમ્બરે રાત્રે કેટલાક સેક્ટરોમાં સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી. ટેલિફોન પર થયેલી વાતચીત દરમ્યાન તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પાકિસ્તાની અધિકારીઓને ભારતીય હુમલાની શંકા પણ પડી ન હતી અને પાંચ સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ત્યાંથી તુરંત આતંકિઓના શબને હટાવ્યા હતા. ચેનલ પાસે હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના નામ પણ છે.

ચેનલ રિપોર્ટરે પોલીસ મહાનિરીક્ષક મુશ્તાક બનકર અકબરને ફોન કર્યો હતો અને તે રાત્રે થયેલી ક્ષતી અંગે માહિતી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે તે રાત્રે ભીમબેરના સમાના, પુંછના હાજિરા,નીલમના દૂધનિયાલ તથા હથિયાના બાલાના કાયાનીમાં હુમલો થયો હતો.  તેમણે કહ્યું કે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સેનાએ સમગ્ર વિસ્તારની નાકબંદી કરી લીધી હતી. પાકિસ્તાની સેના દ્વારા આતંકિઓના મૃતદેહને ટ્રકમાં લઇ જવામાં આવ્યાં હતા. અકબરે સર્જિકલ સ્ટ્રાક અંગે પૂષ્ટિ કરતા જણાવ્યું હતું કે રાત્રીનો સમય હતો. રાત્રે બે વાગ્યાથી સવારે પાચ વાગ્યા સુધી લગભગ 3-4 કલાક હુમલો ચાલ્યો હતો. તેમણે કહ્યું અલગ અલગ જગ્યા પર હુમલો થયો હતો. તેમને પ્રતિરોધ કરવાનો સમય પણ મળ્યો ન હતો.

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

15 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

15 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

15 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

16 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

16 hours ago