Categories: India

પ્રભુનું બજેટ સુવિધા, સંપર્ક, સહકાર અને સામર્થ્ય સભર હોવાની શક્યતા

નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુ આજે ર૦૧૬-૧૭ માટેનું રેલવે બજેટ રજૂ કરશે. સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે રેલવે બજેટ બધાને માટે સંતોષકારક હશે. સુરેશ પ્રભુ રેલવે પ્રવાસીઓને ખાસ કરીને રેલ ભાડામાં રાહત આપશે કે કેમ? અને બીજી કેવા પ્રકારની સુવિધાઓ આપશે તેના પર તમામની મીટ મંડાયેલી છે. ખાસ કરીને રેલ ભાડા વધારા અંગે સસ્પેન્સ પ્રવર્તે છે. એક વર્ગનું કહેવું છે કે સુરેશ પ્રભુ રેલ ભાડામાં વધારો કરશે. જ્યારે અન્ય એક વર્ગનું કહેવું છે કે સુરેશ પ્રભુ રેલ ભાડું વધાર્યા વગર પ્રવાસીઓને સવલતો અને સુવિધાઓની લહાણી કરશે.

જોકે અેક વાત એવી પણ છે કે રેલવે પ્રધાન ભાડામાં સીધો વધારો નહીં કરે, પરંતુ આડકતરી રીતે વિવિધ સુવિધાઓના દર બેક ડોર વધારીને રેલવે માટે આવક ઊભી કરવાનો પ્રયાસ કરશે. અા વખતે રેલવે બજેટમાં સૌથી વધુ ધ્યાન કસ્ટમર કેર અને સર્વિસ તેમજ રેલવે યાત્રાને હાઇટેક બનાવવા પર કેન્દ્રિત કરવામાં આવશે. રેલવે પ્રધાન બજેટમાં રૂ.૧.રપ લાખ કરોડની વાર્ષિક યોજના રજૂ કરશે. આ વખતે રેલવે બજેટમાં નીચે દર્શાવેલી મહત્ત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

• રેલવે પ્રધાન ગરીબો માટે ઓછા ભાડાવાળી સમર્થ ટ્રેનની જાહેરાત કરી શકે છે. જોકે કેટલીક નવી ટ્રેનોની પણ જાહેરાત થઇ શકે છે.
• રેગ્યુલર મેઇલ-એકસપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓ સાથે વર્તમાન ટ્રેનોનો વિસ્તાર કરવામાં આવશે.
• રેલવે યાત્રાને હવે વધુ હાઇટેક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં વાઇફાઇ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
• રેલવેમાં આઇટી પર વધુ ધ્યાન આપવામાં આવશે. ટ્રેનોના સુર‌િક્ષત સંચાલન માટે ટ્વિટર, ફેસબુક, વોટસએપ જેવા સોશિયલ મીડિયાને એક પ્લેટફોર્મ પર લાવનારી વેબસાઇટ બનાવવાની જાહેરાત કરવામાં આવશે. ભવિષ્યમાં આ વેબસાઇટો પર ટ્રેનો સાથે જોડાયેલી તમામ માહિતી, ફરિયાદ, સૂચનો, ઉકેલ પ્રવાસીઓ મેળવી શકશે.
• ટ્રેનોમાં ભોજન સેવાને શ્રેષ્ઠ બનાવવા માટે ઇ કેટરિંગનું વિસ્તરણ કરવામાં આવશે. અેડ્વાન્સ પેસેન્જર રિઝર્વેશનનો સમય ૧ર૦ દિવસથી ઘટાડીને ૬૦ કે ૩૦ દિવસનો કરવામાં આવશે.
• ઓન બોર્ડ હાઉસકિપિંગ માટે ૪૦૦ ટ્રેનનો સમાવેશ કરીને સફાઇ વ્યવસ્થા પર વધુ ધ્યાન આપવામાં આવશે.
• મહિલાઓની સુરક્ષા માટે નવી મોબાઇલ એપ, ટ્રેનોમાં સીસીટીવી કેમરા આરપીએફ, જીઆરપીએફની નિમણૂક જેવાં પગલાં લેવામાં આવશે.

divyesh

Recent Posts

સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વના ચુકાદાઓ પર નજર, આધારકાર્ડના ફરજિયાતને લઇને આવી શકે છે ચુકાદો

સુપ્રીમ કોર્ટમાં આજરોજ ઘણા મહત્વના ચુકાદાઓ આવે તેવી શક્યતા છે. જેમાં સૌથી મહત્વનો આધાર કાર્ડ ફરજિયાતને લઇને સુપ્રીમ કોર્ટ પોતાનો…

36 mins ago

રાજ્યમાં ગરમીમાં વધારા સાથે વરસાદની આગાહી, 34 ડિગ્રીએ પહોંચ્યો તાપમાનનો પારો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી ગરમીને લઇને ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત…

37 mins ago

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

10 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

11 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

12 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

13 hours ago