Video: સુરેન્દ્રનગરના સાંસદની કથિત ઓડિયો ક્લીપ વાયરલ, ગ્રાન્ટ કમિશન અંગેનો ખુલાસો

રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ અને કોંગ્રેસ પક્ષો સામસામે આવી ગયા છે. એવામાં કેટલાય નેતાઓની કેટલીક ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. એવા જ કિસ્સામાં ફરીથી ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરના સાંસદની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વાયરલ ક્લિપમાં ગ્રાન્ટ ખર્ચના મિશન અંગેની વાતચીત કરવામાં આવી છે. સાંસદ દેવજીભાઈ ફતેપુરા અને ધીરૂભાઈ હારેજાની ઓડિયો ક્લિપમાં ગ્રાન્ટ ખર્ચના મિશન અંગેની વાતચીતનો ખુલાસો થતાં આ ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.
જુઓ આ ઑડિયો ક્લિપ અંગેનો વીડિયો…

દેવજીભાઇ: આ જયેશભાઇને આપ્યા છે,કોને આપ્યા છે?
ધીરૂભાઇ: જયેશકુમાર કે કંઇક છે, બે બે પછી લખો, બે વખત બે બે લખો
દેવજીભાઇ: હાં બે વખત બે બે એટલે 4
ધીરૂભાઇ: હાં પછી બે વખત ચાર લખો
દેવજીભાઇ: બે વખત ચાર?
ધીરુભાઇ: હાં એમાં છેલ્લા ચાર છે ને 3-45ને 65 એમ કરીને આપ્યા હતાં તોય 4 લખોને વાંધો નહીં
દેવજીભાઇ: કેટલા 3 ને?
ધીરૂભાઇ: પેલા 3.45 જયેશકુમારને આપ્યા હતા
દેવજીભાઇ: 25 હજાર- 30 હજારનો વહીવટ હતો એમાં 30 ઠાકોરને વહીવટ માટે આપ્યા હતા, અને 25 હજાર બીલના કે કંઇક આપ્યા હતા
ધીરૂભાઇ: 55 હજારનો વહીવટ હતો અને 3.45 લાખ જયેશકુમારને રોકડા આપ્યા હતા
દેવજીભાઇ: હ…હ…
ધીરૂભાઇ: “ઠાકોરને 30 હજાર પત્રકારને અને 25 હજાર તમે મને આપવાનો ફોન કર્યો હતો
દેવજીભાઇ: હાં કંઇ વાંધો નહીં એ તો છે મારી પાસે
દેવજીભાઇ: હાં આપણા કેટલા 7.5
ધીરૂભાઇ: ના સાહેબ બીજા ત્રણ આપ્યા મેં બીજા ત્રણ લખો સાહેબ, જયેશકુમારને ધાંગધ્રા છોકરો લઇ ગયો, હું બહાર લગ્નમાં હતો અને પડધરી છોકરા હસ્તક લઇ ગયા
ધીરૂભાઇ: પછી એક પચાસ હજાર રાજકોટ આપ્યા..
દેવજીભાઇ: પચાર હજાર?
ધીરૂભાઇ: રાજકોટમાં સમુહલગ્ન વખતે
ધીરૂભાઇ: અને એક સાડા સાત
દેવજીભાઇ: સાડા સાત બરાબર ને?
ધીરૂભાઇ: હાં જી નવામાં હો જૂનામાં નહીં?
દેવજીભાઇ: હાં નવા જ જૂનો તો આપણે કંઇ હિસાબ છે જ નહીં
દેવજીભાઇ: બરાબર
ધીરૂભાઇ: એ સારું

You might also like