VIDEO: સુરેન્દ્રનગરનાં રાણાગઢ ગામે જૂથ અથડામણ, 5 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરઃ રાણાગઢ ગામે જૂથ અથડામણ સર્જાઇ હતી. આ અથડામણમાં 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અહીં થયેલ અંગત અદાવતમાં જૂથ અથડામણ થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે આ સમગ્ર ઘટનાને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરનાં રાણાગઢ ગામે જૂથ અથડામણની એક ઘટના સામે આવી હતી. જેને લઇ ગામમાં ભારે ઉગ્ર વાતાવરણ સર્જાઇ ગયું હતું. તેમજ ગામમાં એક પ્રકારનો ભયનો માહોલ પણ ઊભો થઇ ગયો હતો. આ સાથે ગામમાં ચારે બાજુ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ
લીંબડીનાં રાણાગઢ ગામે જૂથ અથડામણ
અથડામણમાં 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ
અંગત અદાવતમાં જૂથ અથડામણ થઇ હોવાની આશંકા
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

You might also like