CM રૂપાણીની અધ્યક્ષતા હેઠળ ચોટીલા ખાતે યોજાયો ભાજપનો પ્રશિક્ષણ વર્ગ

સુરેન્દ્રનગર: જિલ્લાનાં ચોટીલા ખાતે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ભાજપનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં ભાજપનાં સુધરાઇ સભ્યોને માર્ગદર્શન આપવા માટે અને પક્ષની જે વિચારધારા છે તે ઉપર લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત આગામી ચૂંટણી માટે કાર્યકર્તાઓને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું.

આ પ્રશિક્ષણ વર્ગમાં સરકારની યોજનાનો લોકોને લાભ મળે તેમજ તેને લગતું જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ વર્ગમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ જિલ્લાનાં નગરપાલિકાનાં ભાજપનાં ચૂંટાયેલાં સભ્યો પણ હાજર રહ્યાં હતાં. જયારે સભ્યોને માર્ગદર્શન આપવા માટે પ્રદેશમાંથી ભાજપનાં પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આઈ.કે.જાડેજા, ભાજપનાં રાષ્ટ્રીય મંત્રી વી.સતીષ પણ હાજર રહ્યાં હતાં.

આ મહાનુભાવોએ ભાજપનાં સભ્યોને વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ સભ્યો પણ પોતાનાં વિસ્તારમાં જઈને લોકો સુધી માહિતી પહોંચાડે અને લોકોની સાથે રહે તેવું યોગ્ય સૂચન પણ કરવામાં આવ્યું હતું.

You might also like