Categories: Gujarat

ઉજ્જૈન દર્શન કરી પરત થતા સુરતનાં પરિવારનેે અકસ્માતઃ પાંચનાં મોત

અમદાવાદ: દિવાળીના તહેવારો બાદ ઉજ્જૈન દર્શન કરી કારમાં પરત ફરી રહેલા સુરતના એક પરિવારને ધાર-કલસાડા રોડ પર ગમખ્વાર અકસ્માત નડતાં એક જ પરિવારની પાંચ વ્યકિતનાં મોત થતાં અરેરાટી ફેલાઇ છે.

સુરતની હરિદર્શન સોસાયટીમાં રહેતો ચૌહાણ પરિવાર દિવાળીના વેકેશનમાં ઉજ્જૈન મહાકાલેશ્વરનાં દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ધાર નજીક કલસાડા ગામ પાસે કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત થતાં કારમાં બેઠેલ પ્રતીક્ષા ચૌહાણ સહિત એક જ પરિવારની પાંચ વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે બસમાં બેઠેલ ર૭ જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત અમરેલીના બાબરા નજીક હાઇવે પર કોટડાપીઠા ગામ પાસે આજે વહેલી સવારે ટ્રક-કાર વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં કારમાં બેઠેલી ચાર વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

3 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

3 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

3 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

3 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

4 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago