VIDEO: સુરતમાં ચાલતા દારૂનાં અડ્ડાનો વીડિયો વાયરલ, પોલીસ બની સક્રિય

0 131

સુરતઃ શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી લાભેશ્વર પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચાલતો હતો. ત્યારે હવે આ દારૂનાં અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ ચોકીની પાછળ ધાબા પર દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો.

ત્યારે હવે આ દારૂનાં અડ્ડાનો વીડિયો વાયરલ થતાં પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા વરાછા પોલીસને આદેશ આપીને આ દારૂનાં અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યાં છે.

આ દારૂનાં અડ્ડા પર દરોડા પાડીને પોલીસે બુટલેગર નારાયણ શાહની ધરપકડ કરી લીધી છે. પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો તેમ છતાં પોલીસ દ્વારા અત્યાર સુધી આ મામલે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

જો કે અહીં કેટલાંક સ્થાનિકો દ્વારા આ મામલે વીડિયો વાયરલ કરવામાં આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. જેને લઇ વરાછા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં. ત્યારે હવે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ પર સવાલો પણ ઉઠયાં છે.

loading...

Leave A Reply

Your email address will not be published.