VIDEO: સુરતઃ DCP ઓફિસનાં બીજા માળેથી કૂદી ટ્રાફિક જવાને કર્યો આપઘાત

સુરતઃ એક ટ્રાફિક જવાને આપઘાત કર્યો હોવાનાં સમાચાર પ્રાપ્ત થયા છે. લગભગ ચારેક વાગ્યાની આસપાસ ટ્રાફિક DCP ઓફિસનાં બીજા માળેથી ટ્રાફિક જવાને પડતું મૂકી આપઘાત કર્યો હતો. જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચવાની સાથે બેભાન થઈ જતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી દીધેલ.

આ મામલે દારૂ પીવાની ટેવ અને માનસિક તણાવમાં આવીને જવાને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ આપઘાતને લઇ તેમનાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયાં છે. જો કે હવે આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આપઘાતને લગતી ઘટનાઓ તો સામે અવાર-નવાર આવતી જ હોય છે. તેવી જ એક ઘટના આજે સુરતમાં પણ સામે આવી છે. સુરતમાં રોહિદાસ પાટીલ નામનાં ટ્રાફિક જવાને DCP ઓફિસનાં બીજા માળેથી ભૂસકો માર્યો હતો. પરંતુ કહેવાય છે કે દારૂ પીવાની આદત તથા માનસિક તણાવને લઇ આપઘાત કર્યો હોવાની પોલીસ દ્વારા આશંકા દર્શાવાઇ રહી છે.

You might also like