VIDEO: સુરતનાં ટીમ્બા ગામમાં ચોરોને સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક, કર્યું મુંડન

સુરતઃ શહેરનાં ટીમ્બા ગામમાં બે મોબાઈલ ચોરને ચોરી કરવી સખત ભારે પડી ગઈ છે. મોબાઈલની ચોરી કરતા આ બંને શખ્સોને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યાં હતાં. જો કે ત્યાર બાદ આ બંને ચોરોને લોકોએ ઝાડ સાથે બાંધી તેનું જાહેરમાં મુંડન કર્યું હતું.

મળતી માહિતી મુજબ, છેલ્લાં ઘણાં સમયથી મંદિરમાં દર્શને આવતા લોકોનાં મોબા ઈલ ચોરી થવાની અનેક વાર ફરિયાદો પણ થઈ રહી હતી. જે બાદ સ્થાનિક લોકોએ તે ચોરો પર વોચ ગોઠવ્યાં બાદ આ બંને શખ્સોને ઝડપી પાડ્યાં બાદ તેઓને જાહેરમાં પાઠ ભણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરતનાં ટીમ્બા ગામમાં અવારનવાર આવી ઘટના સર્જાતી રહે છે. ત્યારે આ વખતે તો ગામનાં સ્થાનિક લોકોએ આ ચોરો પર વોચ રાખીને તેઓને રંગે હાથ પકડવાનો નિર્ણય કર્યો હતો. જેથી તેઓએ વોચ રાખીને આ ચોરોને રંગે હાથે પકડ્યાં બાદ તેઓને જાહેરમાં મેથી પાક ચખાડીને તેઓનું મુંડન કરી નાખ્યું હતું.

You might also like