VIDEO: સુરતમાં હાથ ધરાઇ ડિમોલિશનની કામગીરી, ગેરકાયદેસર બાંધકામ તોડાયું

સુરતઃ શહેરમાં મનપા દ્વારા આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એફિલ ટાવરમાં દબાણ હટાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. તો બીજી બાજુ વરાછા વિસ્તારમાં પણ મનપા દ્વારા ડાયમંડ ફેક્ટરીની ગેરકાયદેસર દિવાલનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બીજી તરફ જ્વેલરી શો-રૂમનું બાંધકામ પણ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરનાં કેટલાંક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામને લઇ મનપા ટીમ જાગૃત થઇ છે.

જો કે ઉલ્લેખનીય છે કે સુરતમાં મનપા દ્વારા ડિમોલિશનની કામગીરી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યું હતું. જેને લઇ ત્યાનાં લોકોમાં ભારે નારાજગી પણ જોવાં મળી હતી.

સુરતમાં એફિલ ટાવરમાં ડિમોલિશનની કામગીરી
વરાછા વિસ્તારમાં મનપાએ હાથ ધર્યું ડિમોલીશન
ડાયમંડ ફેકટરીની ગેરકાયદેસર દિવાલનું ડિમોલીશન
જ્વેલરી શો-રૂમનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું
પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ

You might also like