VIDEO: સુરતમાં એક વેપારીએ આચરી રૂ.70 લાખની છેતરપિંડી, આરોપી દુકાનદારની કરાઇ ધરપકડ

સુરતઃ શહેરમાં એક વેપારીએ રૂ.70 લાખની છેતરપિંડી આચરી છે. અલગ-અલગ દુકાનેથી કરીયાણાનો માલ લઇને છેતરપિંડી આચરવામાં આવી છે. શ્રીજી એન્ટરપ્રાઇઝ દુકાનનાં માલિકે છેતરપિંડી આચરી હતી.

આરોપી દુકાન માલિકે અલગ-અલગ દુકાનેથી સામાન ખરીદ્યો હતો. રાજકોટથી આરોપી દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે અને રાજકોટનાં ગોડાઉનમાંથી મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં આ ઘટના સરથાણા વિસ્તારની છે. આરોપીએ અલગ અલગ વેપારી પાસેથી રૂ.70 લાખનો કરિયાણાનો સામાન ખરીદ્યો હતો. અને આરોપી દુકાનદારે આ રીતે છેતરપિંડી આચરી હતી.

જો કે આ મામલે 11 માર્ચે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ છેતરપિંડી મેળવેલ સામાન રાજકોટ ખાતે મોકલી આપ્યો હતો. જો કે પોલીસે રૂ.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

You might also like