VIDEO: સુરતમાં અપહરણ થયેલા બાળકનો આખરે છૂટકારો, પૂર્વ પ્રેમીએ કર્યું હતું અપહરણ

સુરતઃ વેલેન્ટાઈન ડે પહેલાં પોતાની પ્રેમિકાને પામવા રાજસ્થાનથી સુરત આવેલા જિદ્દી આશિકને આખરે જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. પુણા ડુંભાલ વિસ્તારમાંથી અપહરણ થયેલાં દોઢ વર્ષનાં એક બાળકને પોલીસે મુક્ત કરાવ્યું છે.

બારડોલી નજીકથી આરોપીની ધરપકડ કરી પોલીસે બાળકને મુક્ત કરાવ્યું છે. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં રહેતાં એક પૂર્વ પ્રેમીએ સુરતમાં આવીને બાળકનું અપહરણ કર્યું હતું.

પરણિત પ્રેમિકાને પામવા માટે તેનાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિણતાએ આ સમગ્ર મામલે પોતાનાં પતિને વાત કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પછી પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.

કારણ કે અપહરણ થયેલું બાળક બીમાર હતું અને રાત્રે ઠંડીનાં વાતવરણનાં કારણે બાળકને કંઈ પણ થઈ શકે એવી પરિસ્થિતિને ધ્યાને રાખી પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બાળકને છોડાવ્યું હતું અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

You might also like