VIDEO: સુરતમાં દારૂની હેરાફેરીનો નવો કિમીયો, પેન્ટ નીચે છુપાવી હતી 93 બોટલ

સુરતઃ શહેર પોલીસે 93 નંગ કોટર દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે પોલીસનાં હાથે ઝડપાયેલાં આ શખ્સે દારૂની બોટલની હેરાફેરી માટે એક નવો કીમીયો અપનાવ્યો છે.

પકડાયેલાં આ આરોપીએ પેન્ટની અંદર પગની સાથે આ બોટલ બાંધી હતી. વરાછા પોલીસે આરોપીને રેલ્વે ગરનાળા પાસેથી ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી ટ્રેન મારફતે સુરત દારૂની હેરાફેરી કરવા માટે આવ્યો હતો.

મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે તો પણ દારૂ વેચવા માટે લોકો નવા નવા અખતરા અજમાવીને દારૂની હેરાફેરી કરતા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં એક વ્યક્તિએ દારૂની હેરાફેરીનો વિચિત્ર આઇડિયા અજમાવ્યો છે.

તે શખ્સે પેન્ટની નીચે દારૂની બોટલો સેલોટેપથી લગાવી હતી કે જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરે તે પહેલાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

You might also like