NCR બિટકોઈન કૌભાંડ: PI ડાભીનો રોકાણકારોને સમજાવતો VIDEO વાયરલ

સુરતઃ છેલ્લાં ઘણાં સમયથી બિટકોઈન કૌભાંડ મામલે એક વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ મામલે પોલીસ ઈન્સ્પેક્ટર લવ ડાભીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લવ ડાભી રોકાણકારોને કંઇક સમજાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ઈન્સ્પેક્ટર લવ ડાભી બિટકોઈન કંપનીનાં ટર્નઓવર અંગે જાણકારી આપી રહ્યાં છે.

જેમાં લવ ડાભી જણાવી રહ્યાં છે કે, 3 હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર થાય છે. સરકાર પણ આ કંપની પર પ્રતિબંધ મૂકી શકે તેમ નથી. મહત્વનું છે કે સુરતમાં બિટકોઈન મામલે સેમિનાર યોજાયો હતો. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર લવ ડાભીએ રોકાણકારોને આશ્વાસન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે અંદાજે રૂ.100 કરોડથી વધુનાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં પકડાયેલા 3 લોકોનાં રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેયને કોર્ટ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે. જ્યારે આ કૌભાંડનાં ત્રણ સૂત્રધારોમાંથી એક રોહિત કપોપરાની તપાસ દરમ્યાન આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 5 લોકોનાં નામો પોલીસની સામે આવ્યાં છે.

જે તમામ લોકોને પકડી લેવા માટેનાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.બી. ડાભીને પકડી પાડવા માટે પોલીસની ટીમ કામે લાગી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મહત્વની બાબત છે કે પોલીસ ઈન્સ્પેક્ટર લવ ડાભીનો એક વીડિયો વાયરલ થયો છે.

You might also like