સુરતઃ 8 વર્ષની બાળકી દુષ્કર્મ-હત્યા મામલે પોલીસને મળી મહત્વની કડીઓ, બાળકીના મળી આવ્યા પિતા

ભારત દેશમાં અત્યારે સ્ત્રીઓ અને બાળકીઓ સાથે બળાત્કારના કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યા છે. કશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે 8 દિવસ સુધી બળાત્કાર થાય છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક 18 વર્ષની યુવતીએ ત્યાના ધારાસભ્ય ઉપર રેપનો આરોપ લગાવ્યો છે.

એક તરફ દેશમાં સ્ત્રીઓ માટે સૌથી સુરક્ષિત કહેવાતુ ગુજરાત પણ આ આગની ચપેટમાં આવી ગયુ છે. આમ તો ગુજરાતીઓ બહુ ગર્વથી કહે છે કે અમારા ગુજરાતમાં સ્ત્રીઓ બહુ જ આરામથી હરી-ફરી શકે છે ગમે તેટલા વાગ્યા હોય સ્ત્રી હમેશા સુરક્ષિત અનુભવે છે. પરંતુ ગુજરાતમાં સ્ત્રીઓની સુરક્ષા ઉપર છાંટા ઉડાવતી એક ઘટના સામે આવી છે.

સુરતમાં 8 વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાનો મામલો સુરત પોલીસને મળી મહત્વની કડીઓ. કેટલાય દિવસની શોધ-ખોળ બાદ અને જનતાની પણ ખાસ્સી અપીલ બાદ બાળકીની ઓળખને લઇને પોલીસ એક પરિવારના સંપર્કમાં આવી ગઈ છે. તો તમને જણાવી દઈએ કે સુરતના કમિશનર સતીશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી.

પોલીસની તપાસ અનુસાર બાળકી રાજસ્થાનથી ઓક્ટોબર મહિનામાં ગુમ થઇ હતી. તે બાદ કમિશનર સતિશ શર્માએ કીધુ કે બાળકીના પિતા મળી આવ્યા છે. પરંતુ તેમને એ પણ જણાવ્યુ હતુ ખરેખર ઓળખાણ પોલીસ DNA દ્વારા બાળકી અને પરિવારની તપાસ કરશે. તે પછી જ બાળકીના પરિવારની સાચી ઓળખ થઈ શક્શે.

પોંડેસરા દુષ્કર્મ પીડિત બાળકીની ઓળખ કરવા સુરત પોલીસે દેશભરની પોલીસનો સંપર્ક કર્યો હતો. તેની તાત્કાલિક જાણ થાય તે માટે પોલીસે દરેક ટ્રેનમાં બાળકીના પોસ્ટર લગાવ્યા હતા. કમિશનર સતિશ શર્માએ આગળ જણાવતા કીધુ હતુ કે બાળકી આંધ્રપ્રદેશની છે તેવી જાણકારી મળી આવી છે.

You might also like