VIDEO: જનેતા જ બની ડાકણ, પોતાનાં માસુમ પુત્રને માર્યો ઢોર માર

સુરતઃ માતા હંમેશા પોતાનાં પુત્રનાં માટે કોઇ પણ હદે રક્ષા કરતી હોય છે. પરંતુ સુરતનાં ડીંડોલી વિસ્તારમાં માતાની મમતાને શર્મસાર કરી મૂકે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં માતાનો જ પુત્રની મારઝૂડ કરતો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં માતૃત્વને લાંછન લાગી રહ્યું છે તેમ કહી શકાય. આ સમગ્ર ઘટના એવી છે કે જેમાં એક દંપતિનાં છૂટાછેડા થયાં હતાં. જેમાં છૂટાછેડા પછી પત્નીએ પોતાનાં પતિ પાસે ભરણપોષણ માટે રૂપિયાની માંગણી કરી હતી.

જેનાં માટેનાં મામલે માતાએ પોતાનાં જ માસુમ પુત્રને માર મારવાનું શરૂ કર્યું. માતાએ પોતાનાં 4 વર્ષનાં પુત્રનો વીડિયો બનાવીને બાદમાં પોતાનાં જ પતિને બ્લેકમેલ કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે, માતા પોતાનાં જ પુત્રનાં હાથને દોરી વડે બાંધીને તેને માર મારી રહેલ છે. આ વીડિયોમાં પુત્રનો જોર શોરથી રડવાનો અને ચિચીયારીઓ સાંભળવા મળી રહી છે.

માતા આ વીડિયોનાં માધ્યમથી પોતાનાં પતિને બ્લેકમેલ કરવા માંગે છે. એટલું જ નહીં આ સમગ્ર ઘટના પોલીસ સામે પહોંચી ત્યારે સામે આવ્યું કે, પતિએ પત્નીને ભરણપોષણ માટેનાં પૈસા ન આપવાનાં કારણે પુત્ર પર અત્યાચાર કરી રહી છે તેમજ તેને પુત્રને મારી નાખવાની પણ ધમકી આપી છે. આ વીડિયો સામે આવ્યાં પછી પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે અહીં અનેક સવાલો પણ ઉભા થાય છે કે, રૂપિયા પડાવવા આખરે માતાએ દીકરાને કેમ બંધક બનાવ્યો? મા-બાપનાં છુટાછેડામાં આ માસૂમનો શું વાંક છે? પૈસા પડાવવા દીકરાને પીડા કેમ? રૂપિયા માટે દીકરાને મારી નાખવાની ધમકી કેમ? જેવાં અનેક પ્રકારનાં સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

8 mins ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

1 hour ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

2 hours ago

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને…

3 hours ago

INDvsPAK: દુબઇમાં બે દેશો વચ્ચે મેદાન-એ-જંગ, પાકિસ્તાને ટોસ જીતી બેટિંગનો કર્યો નિર્ણય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાનની વચ્ચે પાંચમો અને રોમાંચક મુકાબલો દુબઇમાં થવા જઇ રહ્યો છે. મેચ પહેલા…

4 hours ago

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

4 hours ago