VIDEO: સુરતનાં વરાછામાં દૂધનાં કેરેટની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતઃ શહેરમાં દૂધનાં ચોરોનો ત્રાસ યથાવત્ રહ્યો છે. નાના વરાછા વિસ્તારમાં આવેલી રામકૃપા ડેરીમાંથી દૂધની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે દૂધનાં બે કેરેટની ચોરી કરાઇ છે. આ દૂધ ચોરીની ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં બે દિવસ પૂર્વે પણ દૂધની ચોરીની ઘટના સામે આવી હતી. છતાં પોલીસ દ્વારા કોઈ જ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી.

મહત્વનું છે કે સુરતમાં છેલ્લાં કેટલાંક સમયથી દૂધની ચોરી કરાતી હોવાંની ઘટના સામે આવી રહી છે. ત્યારે ફરી વાર શહેરનાં નાના વરાછા વિસ્તારમાંથી દૂધચોરીની ઘટના સામે આવી છે. જેમાં વહેલી સવારનાં રોજ એક શખ્સ બાઇક પર દૂધનાં બે કેરેટ લઇને ચોરી કરીને ભાગી ગયો હતો.

ત્યારે મહત્વનું છે કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. જો કે આ ઘટના બે દિવસ પૂર્વે થઇ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા હજી સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે કે કોઇ પણ પ્રકારનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું નથી.

You might also like