VIDEO: સુરતનાં શાંતિ સાગર મુનિનો પાણી પર પથ્થર તરાવતો વીડિયો વાઇરલ

સુરતઃ શાંતિ સાગર મુનિનો એક વીડિયો સામે આવ્યો છે. મુનિનાં પિંછી પરિવર્તનનાં કાર્યક્રમનો એક વીડિયો જનતા સામે આવ્યો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે મુનિ શાંતિ સાગરે પાણી પર પથ્થરને તરતો રાખ્યો હતો. આ મુનિએ પથ્થર પર નાડાછડી બાંધીને પથ્થરને પાણીમાં તુરતો મુક્યો હતો.

તો આ જ મુનિએ એક સાડીને અગ્નિમાં નાંખી હતી. પરંતુ તે સાડી જરા પણ બળી ન હતી. મુનિએ હવનનાં કુંડની આગમાં સાડી નાંખી હતી પરંતુ થોડા સમય બાદ જોયું તો તે સાડી તેવી જ હાલતમાં મળી આવી. હાલ આ વિડીયો ખૂબ જ પ્રચલિત થઇ રહ્યો છે.

You might also like