દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર, સુરતથી ઝડપાયો રૂ.40 લાખનો વિદેશી દારૂ

સુરતઃ જિલ્લા આર. આર. સેલને એક મોટી સફળતા હાંસલ થઇ છે. આર. આર. સેલ દ્વારા 40 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. હરિયાણાથી ટ્રકમાં ભરીને જિલ્લામાં ઘુસાડવામાં આવી રહેલાં મોટી માત્રાનાં વિદેશી દારૂ પર પોલીસે દરોડા પાડ્યાં હતાં.

પોલીસ દ્વારા માંડવીનાં લીમોદરા પાટિયા પાસેથી આ વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 40 લાખનાં દારૂ સાથે કુલ 56 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને ડ્રાઇવરની અટકાયત કરી છે. જો કે અન્ય ચાર વ્યક્તિ ફરાર થઇ ગયાં છે. જેથી તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

દારૂ મુદ્દે જો વધુ વાત કરીએ તો બીજી બાજુ આજે છોટા ઉદેપુર જિલ્લાનાં નસવાડીમાં પણ દેશી દારૂ બનાવતાં બુટલેગરો પર પોલીસે તવાઈ બોલાવી છે. નસવાડીમાં અશ્વિન નદીનાં પટ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા હાથ ધર્યા હતાં અને દારૂની ભઠ્ઠી પર તોડફોડ કરીને ઘટનાસ્થળે જ દેશી દારૂનો નાશ કરાયો હતો. પોલીસનાં આ દરોડાને લઈને અન્ય દેશી દારૂ બનાવતા બુટલેગરોમાં પણ ભારે ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.

આ ઉપરાંત અરવલ્લીમાં શામળાજીમાં પણ રૂપિયા 7 કરોડ 80 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. શામળાજી પોલીસ મથકે ઝડપાયેલાં દારૂનાં આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 3.10 લાખ દારૂની બોટલોને નાશ કરવાની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તંત્રનાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

9 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

55 mins ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

1 hour ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago

મહિલા T-૨૦ વર્લ્ડકપઃ લેસ્બિયન કપલે ટીમને અપાવી એક તરફી જીત

ગયાનાઃ વિન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં એક એવી ઘટના બની, જેણે ઇતિહાસ રચી દીધો. આઇસીસી ટૂર્નામેન્ટમાં એવું પહેલી વાર…

2 hours ago

વિન્ડીઝ સામેની 3 T-૨૦માં ઇન્ડીયાનાં ૪૮૭ રન, અડધાથી પણ વધુ ૨૫૯ રન રોહિત-શિખરનાં

વિન્ડીઝ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ભારતે ૩-૦થી વિજય મેળવ્યો. શ્રેણીમાં ભારતે બે વાર, જ્યારે વિન્ડીઝે એક વાર ૧૮૦થી વધુનો…

2 hours ago