VIDEO: સુરતમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વોનો આતંક, વાહનોને કરી આગચંપી

સુરતઃ શહેરમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. રાજ અભિષેક સિટી હોમ સોસાયટીનાં વાહનોમાં અસામાજિક તત્વોએ મોડી રાત્રે કાર અને બાઇકોમાં આગચંપી કરી હતી. 20 બાઇક અને 3 કારમાં આગ લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં કેટલાંય સમયથી આવાં અસામાજીક તત્વોનો આતંક ખુલ્લેઆમ જોવાં મળી રહ્યો છે. ત્યારે શહેરમાં આવેલ સચિન વિસ્તારમાં રાજ અભિષેક સિટી હોમ સોસાયટીનાં જે-જે વાહનો હતાં તેને ખુલ્લેઆમ સળગાવી દીધાં હતાં. જો કે આ સમગ્ર મામલે સચિન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક
રાજ અભિષેક સિટી હોમ સોસાયટીનાં વાહનોમાં આગચંપી
મોડી રાત્રે કાર અને બાઇકોમાં ચાંપી આગ
20 બાઇક અને 3 કારમાં લગાવી આગ
સચિન પોલીસ ઘટના સ્થળે હાજર

You might also like