VIDEO: સુરતનાં બુલેટનાં શો-રૂમમાં લાગી એકાએક ભીષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

સુરતઃ શહેરનાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બુલેટ બાઈકનાં એક શો રૂમમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ શો રૂમમાં આગ લાગતા જ ભારે અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.

જો કે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને આગને કાબૂમાં લઇ લીધી હતી. જો કે મહત્વનું છે કે બાઈકનાં શો રૂમમાં આગ લાગતા જ લાખો રૂપિયાનાં નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ અમદાવાદની જેમ લાલ દરવાજા કરીને એક વિસ્તાર આવેલો છે કે જ્યાં બુલેટ બાઇકનો શો રૂમ આવેલો છે. આ શો રૂમમાં અચાનકથી આગ લાગવાની એક ઘટના સામે આવી છે.

ત્યારે શો રૂમમાં કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. મહત્વનું છે કે આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુનાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયાં હતાં. ત્યારે ફાયરબ્રિગેડ વિભાગને આ મામલે જાણ કરવામાં આવતા જ ફાયર વિભાગનાં અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. બાદમાં આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી.

You might also like