VIDEO: સુરતમાં બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટનો વિરોધ, ખેડૂતો સરકાર સામે લડી લેવાનાં મૂડમાં

સુરતઃ પ્રધાનમંત્રી મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ અને દેશનો સૌથી પહેલાં અમદાવાદ અને મુંબઈને જોડનાર બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ મામલે ગુજરાતનાં સુરત જિલ્લાનાં ખેડૂતો સરકાર સામે લડી લેવાનાં મૂડમાં આવી ગયાં છે. કારણ કે આ પ્રોજેક્ટને લઈને ગુજરા તનાં ખેડૂતોની હજારો હેક્ટર જમીન સરકાર દ્વારા સંપાદનની કાર્યવાહી કરવામાં આવી છે.

તેવામાં ખેડૂતોનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. કારણ કે આ એક પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર ત્યાંનાં ખેડૂ તોની જમીન બજાર કિંમતે ખરીદી કરે છે. ત્યારે આજ જ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર ગુજરાતનાં ખેડૂતની જમીનનું સંપાદન કરી જંત્રી પ્રમાણે રૂપિયા આપવાનું કહે છે.

તેવામાં ગુજરાતનાં અને તેમાં પણ સુરતનાં ખેડૂત એક પ્રોજેક્ટમાં સરકારની અલગ-અલગ નીતિને લઈને વિરોધ શરૂ કરી રહ્યાં છે. સુરતનાં ખેડૂતએ તો સરકાર સામે કેવી રીતે લડત આપવી તે મામલે એક મીટીંગ આયોજીને તેમાં સરકાર સામે લડવાની રણનીતિ તૈયાર કરી હતી.

મહત્વનું છે કે છેલ્લાં બે મહિનાથી ગુજરાત અને મહારાષ્ટ્રની ખેડૂતની જમીન લેવા સરકાર મથી રહી છે પરંતુ સામે તે જ રીતે પોતાની જમીન નહીં આપવા મામલે જ ઉગ્ર બનીને એક પ્રોજેક્ટમાં બે રાજ્યની અલગ અલગ નીતિને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે.

સરકારે આ પ્રોજેક્ટ મારફતે જમીન પચાવી પાડવાની જે તૈયારી કરી છે તેની સામે આગામી દિવસમાં કેવી રીતે લડત આપવી તે માટેની એક મીટીંગનું આયોજન પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

You might also like