VIDEO: સુરતમાં રોમિયોગીરી કરતા તત્વોને રોકતાં કરાયો હુમલો, 3ની અટકાયત

સુરતઃ શહેરનાં કતારગામ વિસ્તારમાં રોમિયોગીરી અને દાદાગીરી કરાઇ હોવાંની એક ઘટના સામે આવી છે. કતારગામ નજીક આવેલી ગાયત્રી સોસાયટી વિભાગ ચારમાં રહેતા મહેશભાઈ માલણકીયા અને તેનાં પિતરાઈ ભાઈ પર લુખ્ખાતત્વોએ ઢોર માર મારીને હિંસક હુમલો કર્યો હતો. જો કે આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. તારીખ 28 જુલાઇનાં રોજ આ ઘટના બની હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે સુરતનાં કતારગામ વિસ્તારમાં ગાયત્રી સોસાયટી આવેલી છે કે જેની આસપાસનાં વિસ્તારની આ ઘટના છે. તેમજ આ ઘટનાનાં જે રીતે CCTV સામે આવ્યાં છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે ત્યાં સોસાયટીની બહાર બેસેલા કેટલાંક અસામાજીક તત્વોએ આ મારામારી કરી હતી.

સમગ્ર ઘટના એવી છે કે જ્યારે સોસાયટીમાંથી મહિલાઓ બહાર નીકળતી હોય છે ત્યારે આ અસામાજીક તત્વો દ્વારા મશ્કરી કરવામાં આવતી હોવાંનો એક આરોપ હતો ત્યારે તે અંગે તેમને ટોકતાં આ મારામારી કરવામાં આવી હતી.

જો કે આ મારામારીને લઇને સોસાયટીનાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતીમાં 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જો કે બાદમાં આ ઘટનામાં સમાધાનની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી તેમજ પોલીસે પણ આ દિશામાં આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

You might also like