VIDEO: સુરતમાં જર્જરિત ઈમારત થઇ અચાનક ધરાશાયી, મચી ગઇ અફરાતફરી

સુરત: શહેરમાં આજે એક જર્જરિત ઈમારત ધરાશાયી થઇ ગઇ હતી. શહેરનાં અઠવાલાઈન્સનાં ગોકુલધામ રોડ પર આ ઘટના સર્જાઇ હતી. અચાનક જ આ જર્જરિત ઈમારતનો એક ભાગ તૂટી જતાં ધરાશાયી થઇ ગયો હતો.

મહત્વનું છે કે ઈમારત ધરાશાયી થતાં જ અચાનક ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે સદ્દનસીબે ફાયર વિભાગની ટીમ બરાબર સમયસર ઘટનાસ્થળે પણ પહોંચી ગઇ હતી. જેને લઇને આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઇ હોવાંનો બનાવ બન્યો નથી.

આ ઘટના અંગેની સમગ્ર માહિતી એવી મળી છે કે શહેરનાં એક જાણીતાં વિસ્તારમાં એક જર્જરિત ઇમારતને પોકલેન્ડ મશીનની મદદથી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે જ દરમ્યાન અચાનક જ ઇમારતનો એક હિસ્સો નીચે ઢળી પડવા માંડ્યો હતો.

જો કે આ ઘટનામાં કોઇ પણ જાનહાની નથી થઇ તેમજ આ સમગ્ર ઘટના આસપાસનાં જ એક CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી કે જેનો VIDEO સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયો હતો.

જો કે આ ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગની ટીમને કરવામાં આવતાં ફાયર વિભાગનાં અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને કોઇ વ્યક્તિ ઇમારતમાં ફસાઇ ગયેલી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઇ હતી. મહત્વનું છે કે આ ઘટનાને લઇને ત્યાં ટ્રાફિક જામનાં પણ અનેક દ્રશ્યો સર્જાઇ ગયાં હતાં.

You might also like