VIDEO: સુરતમાં 1 કરોડની કિંમતનાં હીરા ભરેલી બેગની લૂંટ

સુરતઃ શહેરનાં કતારગામ વિસ્તારમાં હીરાની લૂંટ થઈ છે. મળતી માહિતી પ્રમાણે, બ્લુસ્ટાર કંપનીનો એક કર્મચારી અંદાજીત 1 કરોડની કિંમતનાં હીરા લઈને સેફ ડિપોઝિટમાં જમા કરાવવા માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન કતારગામનાં આશ્રમ રોડ પર બે બાઈકરે તેનાં પર ઈલેક્ટ્રીક ગનથી હુમલો કરીને હીરાની બેગની લૂંટ કરી હતી.

તેમજ કર્મચારીને ઢોર માર મારીને હીરાની બેગ સાથે તેઓ ફરાર થઈ ગયાં છે. જો કે આ સમગ્ર લૂંટની ઘટના અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જો કે લૂંટારૂઓને પકડવા માટે શહેરમાં નાકાબંધી કરીને વધુ તપાસ હાથ ધરાઇ છે.

સુરતનાં કતારગામ વિસ્તારમાં હીરા ભરેલી બેગ લૂંટાઈ
કતારગામનાં આશ્રમ રોડ પર હીરા ભરેલી બેગની લૂંટ
બાઇક પર આવેલાં 2 શખ્સો હીરાની બેગ ખેંચી ફરાર
બેગમાં ભરેલા લાખોનાં હીરાની લૂંટ થતાં પોલીસ ઘટનાસ્થળે

You might also like