SMCની ગંભીર બેદરકારી, ગટરમાં ગરકાવ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો નદીમાં

સુરતઃ શહેરનાં નાના વરાછામાં ગટરમાં ગરકાવ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ, નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. સમગ્ર ઘટના સુરતનાં નાના વરાછા વિસ્તારમાં બની હતી. બાળક જ્યારે શાળાએથી પરત આવી રહ્યો હતો તે દરમ્યાન શાળાની બાજુમાં એક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયો હતો.

ચાલુ વરસાદનાં કારણે રસ્તા પર પાણી ભરાયેલું હોવાંથી બાળક ગટર જોઈ શક્યું નહીં. જો કે આ સમગ્ર ઘટનાનાં CCTV પણ સામે આવ્યાં છે. જેમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે કે, બાળક શાળાએથી પરત ફરી રહ્યો છે. પરંતુ અચાનક ખુલ્લી ગટરમાં તેનો પગ પડે છે અને તે ગટરમાં ગરકાવ થઈ જાય છે.

જો કે આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ તંત્રનાં અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આખરે આ બાળકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો.

You might also like