VIDEO: શિક્ષક બન્યો હેવાન, સુરતમાં વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓનો હોબાળો

સુરતઃ શહેરનાં ઉધના વિસ્તારમાં આવેલી લિટલ સ્ટાર સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હોવાંની એક ઘટના સામે આવી છે. લિટલ સ્ટાર સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીને માર મારતી આ સમગ્ર ઘટનાનાં CCTV પણ સામે આવ્યાં છે.

જેમાં શિક્ષક વિદ્યાર્થીને માર મારતો દેખાઈ રહ્યો છે. જો કે આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે.

જો કે શાળા સંચાલકોએ વાત વધુ ઉગ્ર થાય તે પહેલાં જ પોલીસને જાણ કરતાં જ પોલિસ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. કલાસ રૂમમાં જ શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઇ છે.

ત્યારે આખરે વાલીની ઉગ્ર રજૂઆત અને મામલો થાળે પાડવા માટે પોલીસે CCTVનાં ફૂટેજ અને વાલીની ફરિયાદને આધારે હાલમાં તો આ શિક્ષકની અટકાયત કરી છે. તેમજ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like