VIDEO: સુરતનાં વરાછામાં મંદિરમાં તસ્કરે કરી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતઃ શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલા તાડવાડી માતાનાં મંદિરમાં ચોરી થયાની એક ઘટના સામે આવી છે. આ મંદિરમાંથી એક શખ્સે ચોરી કરી છે. મંદિરમાં મુકેલી દાન પેટી નહીં તુટતા શખ્સ દાનપેટી લઈને જ ફરાર થઇ ગયો હતો અને મંદિરથી દૂર જઈને શખ્સે દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ છે.

CCTVમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ શખ્સ મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે માતાજીનાં દર્શન કર્યા હતાં અને ત્યાર બાદ મંદિરમાં રહેલી દાનપેટીને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ શખ્સથી દાનપેટી તૂટી ન હોતી શકી. જેથી ત્યાર બાદ આ શખ્સ દાનપેટી લઈને ફરાર થઇ ગયો અને તેણે મંદિરની બહાર જઈને પણ દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનું છે કે આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તસ્કર CCTVમાં કેદ થઈ જતાં તેનાં આધારે તપાસ હાથ ધરાઇ હતી. હાલ પોલીસે ચોરી કરનાર આ આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય શહેરનાં અન્ય મંદિરોમાં પણ થયેલી ચોરીનાં કેસ ન ઉકેલાયાં હોય તે દિશામાં પોલીસે પોતાનાં ચક્રો હવે વધુ ગતિમાન કર્યા છે.

You might also like