VIDEO: બિટકોઈન મામલે સુરતનાં વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ કર્યો મોટો ખુલાસો

સુરતઃ બિટકોઈન મામલે સુરતનાં વેપારી શૈલેષ ભટ્ટે Vtv સમક્ષ સૌથી મોટો ખુલાસો કર્યો છે. શૈલેષ ભટ્ટે બિટકોઈન મામલે ખુલાસો કરતા CBI , કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. આ સાથે જ 5 કરોડ રૂપિયા તેની પાસેથી પડાવ્યાં હોવાની પણ તેઓએ વાત કરી છે.

શેલેષ ભટ્ટે કહ્યું કે,”તારીખ 2, 5 અને 8 દરમિયાન CBI, કિરીટ પાલડિયા અને નલિન કોટડિયાએ મારી પાસેથી 5 કરોડ રૂપિયા પડાવ્યાં હતાં અને આ રૂપિયા ચૂકવ્યાં તે અંગેની યાદી પણ મારી પાસે છે. ત્યાર બાદ અમરેલી LCBએ 11 તારીખે મારું અપહરણ કર્યું હતું.

જેમાં મને આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બાંધી રાખ્યો હતો. જે બાદ LCB પોલીસે મારા અને કિરીટ પાલડિયાનાં વોલેટમાંથી 200 બિટકોઈન ટ્રાન્સફર કર્યા. જે બાદ પોલીસે મને મોડી સાંજે છોડી મૂક્યો હતો. છૂટકારો થયાનાં બીજા દિવસે જ્યાં અમે ગૃહમંત્રીને મળવા જઈ રહ્યાં હતાં ત્યારે નલિન કોટડિયાએ જવા દીધાં ન હતાં અને PIને રૂપિયા આપવા માટે દબાણ કર્યું હતું.

બિટકોઈન પર શૈલેષ ભટ્ટે કર્યો સૌથી મોટો ખુલાસોઃ
`CBI, કિરીટ પાલડિયા, નલિન કોટડિયા પર લગાવ્યાં આક્ષેપ’
`મારું સ્કેન્ડલ ગોઠવી 5 કરોડ રૂપિયા પડાવ્યા’
`તારીખે 2, 5 અને 8 દરમિયાન મારી પાસેથી પડાવ્યા રૂપિયા’
5 કરોડ ચૂકવ્યાની યાદી છે મારી પાસેઃ શૈલેષ
`11 તારીખે અમરેલી LCB એ કર્યું હતું મારું અપહરણ’
`LCB પોલીસે મને બાંધીને રાખ્યો હતો’
`મારા અને કિરીટ પાલડિયાના વોલેટમાંથી 200 બિટકોઈન ટ્રાન્સફર કર્યા’
`છુટકાના બીજા દિવસે કિરીટ પાલડિયાએ કોટડિયાને બોલાવ્યા હતા’
`ગૃહખાતા સુધી નલિન કોટડિયાએ જવા દીધા ન હતા’
`કોટડિયાએ PIને રૂપિયા આપવા કહ્યું હતું’
`રૂપિયા ન આપું તો ગુનો દાખલ કરવાની ધમકી આપી’
`16-17 તારીખે દિલીપભાઈ સમાધાન માટે અનંત પટેલને મળવા ગયા’
`ત્યાં ફરી 12 કરોડની કરાઈ હતી માગણી’
`78 લાખ રૂપિયા ફરી સમાધાન માટે મોકલ્યા હતા’
`કંટાળી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે કરી મુલાકાત’
`ગૃહમંત્રી સમક્ષ શૈલેષ ભટ્ટે પોતાની આપવીતી કહી’
‘ગૃહમંત્રીએ સ્વીકાર્યું હતું પોલીસે કાયદેસર લૂંટ કરી છે’
`CID ક્રાઈમનાં આશિષ ભાટિયાને તપાસ સોંપાઈ’

You might also like