BJPનાં કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ, પિતા અને ભાઈ ઝડપાયાં હતાં લાંચ લેતાં

સુરતઃ શહેરમાં ભાજપનાં કોર્પોરેટર નેન્સી સુમરાની ધરપકડ કરવામાં આવી છે. નેન્સીનાં ભાઈ અને પિતાએ બાંધકામની મંજૂરી માટે રૂ.55 હજારની લાંચ લીધી હતી અને આ માટે નેન્સીનાં મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. જે બાદ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

જ્યારે નેન્સી ફરાર થઈ ગઈ હતી. પરંતુ આખરે પોલીસે ફરાર નેન્સીને પણ શોધી કાઢી છે. હાલ ACBની ટીમ નેન્સી સુમરાની પૂછપરછ કરી રહી છે. જે બાદ જ જાણી શકાશે કે, નેન્સીનાં આ સમગ્ર પ્રકરણમાં શું ભૂમિકા છે.

ઉલ્લેખનીય છે કે, ACBએ આ સમગ્ર ઘટનાને ધ્યાને રાખીને ચોગઠું ગોઠવીને નેન્સીનાં પિતા-પુત્રને રૂ.55,000 રૂપિયાની લાંચ લેતાં ઝડપી લીધાં હતાં. જો કે, નેન્સીનાં પિતા અને ભાઇ મ્યુ.કોર્પોરેશનની વેબસાઇટ પર દર્શાવેલા નંબર દ્વારા ફોન કરીને લાંચ માંગતા હતાં. ત્યાર બાદ નેન્સીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ખુલાસાઓ સામે આવી શકે તેવી સંભાવનાઓ છે. ત્યારે હાલ નેન્સીનાં પિતા અને ભાઇની ધરપકડ કરી લેવાઇ છે.

You might also like