VIDEO: બિટકોઇન કૌભાંડઃ “હું પરિવારને બચાવવા રાજકીય નેતાઓને ખુલ્લા પાડીશ”: નલિન કોટડિયા

સુરતઃ બિટકોઇન કેસનાં આરોપી અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ પત્ર લખીને વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયાને લખેલા પત્રમાં કોટડિયાએ લખ્યું છે કે શૈલેષ ભટ્ટે કરેલાં 240 કરોડનાં બિટકોઇન કૌભાંડમાં કેટલાંક રાજકીય લોકો શામેલ છે. જે મને ચુપ કરવા ખોટી રીતે ફસાવી રહ્યાં છે.

12 કરોડ રૂપિયાનાં બિટકોઇન ટ્રાન્સફર થયાં નથી છતાં પોલીસ નવા ગતકડા નીકાળે છે. 240 કરોડનાં બિટકોઇનની તપાસ કરીને કોને બચાવવામાં આવી રહ્યાં છે. મને કે મારા પરિવારને જો કંઇ પણ થશે તો તેની જવાબદારી શૈલેષ ભટ્ટ અને એક રાજકીય નેતાની રહેશે જેનું નામ હું જાહેર કરીશ.

પરિવારની સલામતી માટે મેં ઘણું બધું ગુમાવ્યું છે. શૈલેષ ભટ્ટનાં 240 કરોડનાં કૌભાંડમાં કોણ કોણ શામેલ હતાં. કોણે કેટલાં રૂપિયા રોક્યાં. 10 હજાર કરોડ રૂપિયા લઇને વિદેશ જવાની ઘટના અંગેનું શૈલેષ ભટ્ટનું ઓડિયો રેકોર્ડિંગ પણ છે.

જે સામે આવે તો ઘણાં ઉજળા દેખાતાં લોકોની અસલીયત એટલે કે હકીકત બહાર આવે તેમ છે. શૈલેષ ભટ્ટ પ્રકરણ દબાવવા માટે પૈસાનાં જોરે રોજ નવા નવા આરોપ લગાવે છે. હું અંગત કામે બહાર છું, સમયસર જવાબ આપીશ.

બિટકોઇન કૌભાંડ કેસમાં ફસાયેલાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાએ સીઆઇડીને પત્ર લખીને કહ્યું કે,”તેઓની ધરપકડ હમણાં ના કરવામાં આવે. જેને લઇ વિનંતી કરતા કોટડીયાએ સીઆઇડી ક્રાઇમ પાસે થોડોક સમય માંગ્યો છે. કોટડીયાએ 11મેં સુધી ધરપકડ નહીં કરવા સીઆઇડી પાસે યોગ્ય સમય માંગ્યો છે.”

You might also like