VIDEO: સુરત એટલે બીટકોઇનનું સૌથી મોટું નેટવર્ક, નેતાઓ પણ શામેલ, Vtvનો ખુલાસો

સુરતઃ બીટકોઇન કૌભાંડમાં વીટીવીએ એક મોટો ખુલાસો કર્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતમાં ગેરકાયદે ચાલતાં બીટકોઇનનાં વ્યવહારમાં હવે તવાઇ આવશે. તપાસ એજન્સીઓએ બીટકોઇનમાં ખાનગી રાહે તપાસ ચાલુ કરી દીધી છે. ઇડી, સીઆઇડી અને સીઆઇડી ક્રાઇમે ખાનગી તપાસ શરૂ કરી દીધી છે. અંદાજે 10 હજાર કરોડથી વધારાનો સુરતમાં બીટકોઇનનો વ્યવહાર થયો હોવાનું જાણવા મળ્યું છે.

સીઆઇડી-ઇડીની ખાનગી તપાસથી સુરતમાં બીટકોઇને જગતમાં ફફડાટ ફેલાવી દીધો છે. બિલ્ડરો અને હિરા વેપારીઓ બીટકોઇનમાં કરોડોનાં વ્યવહાર કરી રહ્યાં છે. સુરતમાં બ્લેક મનીનું કામ બીટકોઇન અને ક્રિપ્ટો કરન્સીએ લઇ લીધું છે. બીટકોઇનથી સુરતમાં હવાલાનાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેકશન થઇ રહ્યું છે. ઇન્ડોનેશિયા અને તાઇવાન સુરતનાં બીઇકોઇનનાં કેન્દ્ર બની ગયાં છે.

મોટા સુરતી વેપારીઓની તાઇવાન અને ઇન્ડોનેશિયાની મુલાકાતો પણ વધી રહી છે. સુરતમાં બીટકોઇનમાં 100થી વધારે એજન્ટો કામ કરી રહ્યાં છે. મોટા નેતાઓ અને બિલ્ડરો પણ એજન્ટોનાં સંપર્કમાં છે. નાના-નાના રોકાણકારોનાં પણ કરોડોનાં નાણાંનું રોકાણ બીટકોઇનમાં થયું છે. વીટીવીએ એક્સપોઝ કર્યું હતું કે સુરતમાં બીટકોઇનનું નેટવર્ક ચાલી રહ્યું છે.

બીટ કોઇન ડેવલોપર સતિષ કુંભાણીનાં ધંધાનો પર્દાફાશ કર્યો હતો. સતિષ કુંભાણી સુરત છોડીને હાલ વિદેશમાં રફુચક્કર થઇ ગયો છે. સતિષ કુંભાણી વિદેશમાં લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલ જીવી રહ્યો છે. એજન્ટ દિવ્યેશ દરજી, જિજ્ઞેશ ચોક્સી પણ દેશની બહાર છે. આઇટી અને સીબીઆઇ પાસે દિવ્યેશ, જિજ્ઞેશ સહિતનાં એજન્ટની યાદી છે.

You might also like