VIDEO: શર્મશાર….દુકાને ગયેલી સગીરાનું અપહરણ કરી થયો ગેંગરેપ

સુરત: બારડોલીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. શહેરના એમ.એન. પાર્ક નજીક 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવમાં આવ્યુ હતું.

3 જેટલા શખ્સોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુકાને ગયેલી સગીરાને ફોસલાવીને કૃત્ય કરવામાં આવ્યુ હતું. ઘરે મુકવા જવાનું કહી શખ્સોએ સગીરાને ફોસલાવી હતી. બારડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ ઘટના અંગે મળેલ માહિતી પ્રમાણે 14 વર્ષીય સગીરાને તેના ઘર નજીકથી રિક્ષામાં અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખવામાં આવી હતી.

આ સગીરા ધોરણ-10ની વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટનાને પગલે સગીરાના પિતાએ બારડોલીના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને આ ઘટનામાં સંડોવાયેલ લોકોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આસિફા નામની એક બાળકી પર બળાત્કાર કરી તેને મારી નાંખવામાં આવેલ તે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે ગતરોજ રાજકોટ નજીક આવેલ જેતપુર ગામમાં એક 3 વર્ષીય બાળા પર તેની જ જ્ઞાતિના એક વ્યક્તિએ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકરાર મચી જવા પામી હતી. ત્યારે આજરોજ બારડોલી ખાતે એક 14 વર્ષીય સગીરા પર નરાધમોએ બળાત્કાર કર્યો હાવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકરાર મચી જવા પામી હતી.

You might also like