SCનાં ચુકાદા બાદ સિસોદિયાનું નિવેદન,”અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગ અમે કરીશું”

ન્યૂ દિલ્હીઃ સુપ્રિમ કોર્ટનાં નિર્ણય બાદ દિલ્હીની આપ સરકાર આને પોતાનાં પક્ષમાં દર્શાવી રહેલ છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું કહેવું એમ છે કે મોદી સરકારે અમારા અધિકારોને ઓછા કરી નાખ્યાં છે અને રાજ્ય સરકાર કોર્ટનાં નિર્ણયને અનુરૂપ કામ કરશે. આ સાથે જ તેઓએ કેન્દ્ર અને એલજીથી દિલ્હીની જનતા જોડે માફી માંગવાની વાત કરી.

ઘેર-ઘેર ડિલીવરીનું કામ શરૂ થશેઃ
ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કેબિનેટની બેઠક બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશની સર્વોચ્ચ કોર્ટે જે ચુકાદો સંભળાવ્યો છે તેને લઇને કેબિનેટની બેઠક યોજવામાં આવી.

આ બેઠકમાં કાયદા મંત્રી કૈલાશ ગેહલોતે આ નિર્ણયને કેબિનેટ સમક્ષ મૂક્યો. કેબિનેટમાં મુખ્ય બિંદુઓ પર ચર્ચા કરવામાં આવી. તેઓએ આગળ વધુમાં એમ કહ્યું કે કેબિનેટે મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે રેશનની ઘેર ઘેર ડિલીવરી અને સીસીટીવીનું કામ તુરંત શરૂ કરવામાં આવે.

CM પાસેથી લેવી પડશે અનુમતિઃ
સિસોદિયાએ કહ્યું કે, 2 વર્ષ પહેલાં હાઇકોર્ટનાં આદેશ બાદ દિલ્હી સરકાર જોડેથી ટ્રાન્સફર-પોસ્ટિંગની વાત છોડીને ઉપરાજ્યપાલ અને મુખ્ય સચિવને આપી દેવામાં આવી હતી. સર્વિસેઝ વિભાગ મંત્રી મેં આદેશ રજૂ કર્યો છે કે આ વ્યવસ્થાને બદલીને આઇએએસ અને દાનિક્સ સહિત તમામ અધિકારીઓની ટ્રાન્સફર અથવા પોસ્ટિંગને માટે હવે મુખ્યમંત્રી પાસેથી અનુમતિ લેવી પડશે.

ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટનાં નિર્ણય બાદ સરકારે સૌથી મોટો નિર્ણય લેતા નાના અધિકારીઓથી લઇને મોટાં અધિકારીઓ માટેનાં ટ્રાન્સફર-પોસ્ટિંગની સંપૂર્ણ વ્યવસ્થા બદલી દેવાઇ છે. તત્કાલ પ્રભાવથી આ વ્યવસ્થા લાગુ કર્યાનાં આદેશ સર્વિસેસ વિભાગને રજૂ કરી દેવામાં આવેલ છે.

You might also like