SCનો મોટો ચુકાદો, માત્ર 1 રાજ્યમાં જ લઇ શકશો SC/ST અનામતનો લાભ

ન્યૂ દિલ્હીઃ SC/ST અનામત સાથે જોડાયેલ મામલામાં ગુરુવારનાં રોજ સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટનાં જણાવ્યા અનુસાર SC/ST અનામત અંતર્ગત સેવા કે નોકરીમાં લાભ મેળવનાર વ્યક્તિ કોઈ બીજા રાજ્યમાં તેનો ફાયદો ના લઈ શકે.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટ સામે એક એવો સવાલ હતો કે એક રાજ્યમાં જે વ્યક્તિ અનુસૂચિત જાતિમાં છે તો શું તે બીજા રાજ્યમાં અનુસૂચિત જાતિમાં મળનારી અનામતનો લાભ લઈ શકે છે. જેનાં પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, ના આવું ના થઈ શકે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે કોઈ પણ રાજ્ય સરકાર પોતાની મરજીથી અનુસૂચિત જાતિ, જનજાતિની યાદીમાં કોઈ ફેરફાર કરી શકતી નથી. આ અધિકાર ફક્ત રાષ્ટ્રપતિનો જ છે અથવા તો રાજ્ય સરકાર સંસદની સહમતીથી જ યાદીમાં કોઈ ફેરફાર કરી શકે છે.

જો કે, રાજધાની દિલ્હીમાં સરકારી નોકરી કરનારાઓને અનુસૂચિત જાતિ સાથે સંબંધિત અનામત કેન્દ્રીય સૂચી પ્રમાણે મળશે.

તમને જણાવી દઈએ કે એક અન્ય મામલે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં એ નક્કી થવાનું છે કે શું સરકારી નોકરીમાં મળનારા પ્રમોશનમાં પણ SC/STવાળાઓને અનામત મળવી જોઈએ કે નહીં.

You might also like