SC એ 1 એપ્રિલથી BS-III વાહનોના વેંચાણ પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ઓટોમોબાઇલ કંપનીઓને મોટો ઝટકો આપતાં સુપ્રીમ કોર્ટે એક એપ્રિલથી BS-III વાહનોના વેંચાણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી દીધો છે. કોર્ટનો નિર્ણય એ અરજી પર આવ્યો છે જેમાં 31 માર્ચ બાદ આવા વાહનો વેચવા પર લાગેલી રોકને પડકાર ફેંકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્ય, ઓટોમોબાઇલ કંપનીઓના ફાયદા કરતાં વધારે જરૂરી છે. સાથે કોર્ટે જણાવ્યું કે પ્રદૂષણ ફેલાવતાં વાહનોને રસ્તા પર આવવાની પરવાનગી આપવામા આવશે નહીં.

જણાવી દઇએ કે દેશભરમાં ઓટોમોબાઇલ કંપનીઓના સ્ટોકમાં આશરે 8.5 લાખ ગાડીઓ BS-III ધોરણોની છે. એમાં આશરે 6 લાખ મોટરસાઇકલનો સમાવેશ થાય છે. સ્ટોરમાં રહેલા BS-III વાહનોની સરેરાશ કિંમત 12 હજાર કરોડ રૂપિયા છે.

જસ્ટિસ મદન બી લોકર અને જસ્ટિસ દીપક ગુપ્તાની પેનલે સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) અને અન્યની અરજી પર સુનાવણી બાદ આજ માટે ચૂકાદો સુરક્ષિત રખાયો હતો. આજે ચૂકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ખુબ આકરી ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું કે એક એપ્રિલથી BS-IV લાગુ થવાનું હતું આમ છતાં કંપનીઓ ટેક્નોલોજીને વિક્સિત કરવા માટે રાહ જોતી બેસી રહી.

ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ તરફથી પેરવી કરી રહેલા વકીલ એ એમ સિંઘવીએ મંગળવારે કોર્ટમાં કહ્યું હતું કે કંપનીઓ ઉત્સર્જન ધોરણોને માનવા માટે પ્રતિબદ્ધ છે અને તેમણે BS-IV વાહનોનું નિર્માણ શરૂ કરી પણ દીધુ છે. પરંતુ હાલના સ્ટોકને ખતમ કરવા માટે 7 8 મહિનાનો સમય આપવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું હતું કે કેન્દ્રએ BS- IV ધોરણવાળા ફ્યુલ ઉત્પાદન માટે ટેક્નોલોજિકલ સુધારાઓ પર હજારો કરોડ રૂપિયા ખર્ચાયા છે. કંપનીઓને તેમના ગોડાઉનમાં રખાયેલા BS-III ધોરણવાળા વાહનોના વેચાણની મંજૂરી આપીને પ્રદૂષણ પર લગામ લગાવવાના સરકારી પ્રયત્નોને બાધિત કરવાની પરવાનગી ન આપી શકાય.

http://sambhaavnews.com/

You might also like