NOTA અંગેની કોંગ્રેસની અરજીને સુપ્રીમે ફગાવી

નવીદિલ્હી : ગુજરાતમાં રાજ્ય સભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. 8 ઓગસ્ટે થનારી રાજ્યસભા ચૂંટણીમાં નોટાના ઉપયોગને ગેરમાન્ય ઠેરવવાની કોંગ્રેસની અપીલ સુપ્રીમે ફગાવી દીધી છે. એટલે કે હવે એકલા ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં નોટોનો ઉપયોગ થશે.

કોંગ્રેસે તેની અપીલમાં દલીલ કરી હતી કે જો નોટાનો ઉપયોગ પર સ્ટે નહીં મૂકાય તો ધારાસભ્યોના વોટ બીજા પક્ષો ખરીદી લેશે અને તેની અસર કોંગ્રેસના ઉમેદવારોને થશે. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે સુપ્રીમમાં પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો.

જોકે સુપ્રીમે ગુજરાત વિધાનસભામાં નોટાના અમલ પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો છે. ધારાસભ્યોને નોટાનો અધિકાર આપવો કે કેમ તે અંગે 18 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ વિસ્તૃત સુનાવણી કરશે.

તો આ તરફ ભાજપની દલીલ છે કે નોટાના અમલને બંધારણીય રીતે માન્યતા મળી છે અને કોંગ્રેસના જ ઘણા સાંસદો NOTAથી ચૂંટાઈને આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યસભા પૂર્વે કોંગ્રેસ NOTAને મુદ્દે ખોટી બબાલ કરી રહી છે.

ચૂટંણી પંચે આ પૂર્વે રાજ્યસભામાં નોટાના ઉપયોગને લઈને 2014માં નોટિફિકેશન જાહેર કરી હતી. ત્યારે કોંગ્રેસની અપલી બાદ સુપ્રીમે સ્વીકાર્યુ કે નોટા એ બંધારણીય મુદ્દો છે અને તેના પર ચર્ચા થવાની જરૂર છે. આ મામલે કોર્ટે તમામ પાર્ટીઓનો મત પૂછ્યો છે.

આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ત્રણ બેઠકો પર રાજ્યસભા ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં નોટાનો ઉપયોગ કરાશે. જોકે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણી બાદ ગુજરાતમાં નોટાના ઉપયોગ અંગેની નોટિફિકેશન જાહેર કરી હતી, જેને લઈને કોંગ્રેસે સંસદમાં પણ ભારે હોબાળો કર્યો હતો. જોકે હવે સુપ્રીમે પણ NOTA મામલે કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું છે, ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ તેના ધારાસભ્યોને કેવી રીતે જીતાડે છે?

You might also like