આધારકાર્ડ લિંક કરવાની સમયમર્યાદામાં વધારો, બંધારણીય બેંચ ચુકાદો ન આપે ત્યાં સુધી લિંક નહીં

0 87

હવે 31 માર્ચ સુધી આપને પોતાનો પાસપોર્ટ, મોબાઇલ સિમ, બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવામાં સુપ્રિમ કોર્ટે રાહત આપી છે. સુપ્રિમ કોર્ટનો આધાર પર સંપૂર્ણ નિર્ણય આવવા સુધી સરકાર કોઇ પણ પ્રકારની ડેડલાઇન જાહેર નહીં કરી શકે. સુપ્રિમ કોર્ટે નિર્ણય આપતા જણાવ્યું કે સબસિડીનાં માટે આધાર કાર્ડ જરૂરી રહેશે.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યું સોગંધનામું:
કેન્દ્ર સરકારે આ પહેલાં સુપ્રિમ કોર્ટમાં સોગંધનામું આપ્યું હતું કે તેઓ હાલ પૂરતી 31 માર્ચ સુધી તારીખને આગળ વધારી શકે છે. હાલમાં બેંક એકાઉન્ટ, પૈન કાર્ડ, મોબાઇલ અને અન્ય દરેક સોશિયલ સિક્યુરિટી સ્કીમનાં માટે આધારને લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ આપી છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળ રચાયેલ સંવૈધાનિક બેચે નિર્ણય આપતા જણાવ્યું કે સરકાર કોઇ પણ વ્યક્તિને આધાર લિંક કરાવવા માટે સંપૂર્ણ રીતે નિર્ણય આવવા સુધી કોઇ પણ પ્રકારનું દબાણ નહીં કરી શકે.

યૂઆઇડીએઆઇએ સોમવારે જ આધારની માહિતીને વધારે સુરક્ષિત રાખવા માટે વધારે એક સેફ્ટી ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. યૂઆઇડીએઆઇએ જણાવ્યું કે હવે લોકોની આધારની માહિતીને તેઓનાં ચહેરાનાં આધારે મેચ કરી શકાશે.

આનાં માટે ઓથોરિટીએ અલગથી એક સોફ્ટવેર લોન્ચ કર્યું છે કે જે 1લી જુલાઇથી પ્રભાવિત થઇ જશે. યૂઆઇડીએઆઇનાં CEO અજય ભૂષણ પાંડેએ આની જાણકારી ટ્વીટનાં માધ્યમ દ્વારા આપી. આનાં માટે ચહેરા સાથે ઓટીપી, આંખોની પાપણો અથવા ફરીથી ફિંગરપ્રિન્ટને મેચ કરી શકાશે.

loading...

Leave A Reply

Your email address will not be published.