VIDEO: વિધાનસભાની મારામારીનાં પડઘા છેક રાજુલા સુધી, ટાયરો સળગાવી કરાયો વિરોધ

ગુજરાત વિધાનસભામાં માઈકકાંડ બાદ સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય અંબરિશ ડેરનાં સસ્પેન્શનનાં પડઘા હવે છેક રાજુલા સુધી પડ્યાં હતાં. ધારાસભ્યનાં સમર્થનમાં રાજુલામાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ રોડ પર ઉમટી આવ્યાં હતાં. વિધાનસભાનાં નિર્ણયને લઇ રાજુલાનાં હિંડોરણા ચોકડી પર કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો.

કાર્યકરોએ ભાવનગર-ઉના સ્ટેટ હાઈ-વે પર ભારે ચક્કાજામ કરી નાખ્યો હતો. કાર્યકર્તાઓએ જાહેર રોડ પર ટાયરો સળગાવીને વાહન-વ્યવહાર અટકાવ્યો હ તો અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં.

માઈકકાંડનાં પડઘા છેક રાજુલા સુધી
અમરિશ ડેરનાં સમર્થનમાં કરાયા સૂત્રોચ્ચાર
રાજુલાનાં કાર્યકરોએ સર્જ્યો ભારે ચક્કાજામ
ભાવનગર-ઉના સ્ટેટ હાઈ-વે પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યો ચક્કાજામ

You might also like