હિમાલયની યાત્રા પર રજનીકાંતઃ ઘોડેસવારી કરતો ફોટો વાઇરલ

0 17

નવી દિલ્હી: મેગાસ્ટાર રજનીકાંત છેલ્લા ઘણા સમયથી આધ્યાત્મિક યાત્રા પર છે. સોમવારે તેઓ હિમાલયમાં ઘોડેસવારી કરતા જોવા મળ્યા. આધ્યાત્મિક યાત્રા પર નીકળતાં પહેલાં ચેન્નઇ એરપોર્ટ પર તેમણે મીડિયાને કહ્યું હતું કે તેમની યાત્રા કમસે કમ ૧પ દિવસની હશે. રજનીકાંત દર વર્ષે હિમાલય જાય છે અને આધ્યાત્મિક ગુરુઓને મળે છે. તસવીરમાં તેઓ સફેદ કપડાં પહેરીને એક આધ્યાત્મિક ગુરુ સાથે વાતચીત કરતા દેખાય છે.

ગયા વર્ષના ડિસેમ્બરમાં તેમણે રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમની આ પહેલી હિમાલય યાત્રા છે. રજનીકાંતે એક ભાષણ દરમિયાન કહ્યું હતું કે તામિલનાડુની રાજનીતિમાં નેતૃત્વનો અભાવ છે અને આ જગ્યાને પૂર્ણ કરવા માટે તેમણે રાજકીય પાર્ટી શરૂ કરી છે.

તેમના સાથી કલાકાર અને સાઉથના મહાનાયક કમલ હાસને પણ પોતાની પાર્ટી મક્કલ નિધિમૈયમની શરૂઆત કરી છે. ફિલ્મોની વાત કરીએ તો રજનીકાંતની બે ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મ ‘કાલા’ ર૭ એપ્રિલે થિયેટરમાં જોવા મળશે. જ્યારે બીજી ફિલ્મ ‘ર.૦’ની રિલીઝ ડેટ હજુ ફિક્સ થઇ નથી. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષયકુમાર પણ અભિનય કરતાે જોવા મળશે.

loading...

Leave A Reply

Your email address will not be published.