કોઈના મૃત્યુ પહેલા આ મહિલાને આવી જાય છે ગંધ, જાણો તેની અલૌકિક શક્તિ વિશે…

આજે તમને એક એવી મહિલા વિશે જણાવશુ કે જે યમરાજ કરતા પણ એક પગલું આગળ છે. આ મહિલા પાસે એવી એલૌકિક શક્તિ છે જે કોઈ સામાન્ય માણસ પાસે હોતી નથી. જી હા આ મહિલાને ખબર પડી જાય છે કે કોનું મોત નજીક છે.

એક રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં રહેનારી એક 24 વર્ષીય ‘અરી’ નો દાવો છે કે તે પોતાની શક્તિઓથી જાણી લે છે કે કઈ વ્યક્તિની મોત થવાની છે. તેનું કહેવુ છે કે તે પોતાની સિક્સ્થ સેન્સની મદદથી આવુ કરી શકે છે. અરીએ જણાવ્યુ કે જ્યારે તે 12 વર્ષની હતી ત્યારથી તેને આભાસ થવાનો શરૂ થઈ ગયો છે.

તેણે કહ્યુ કે 12 વર્ષની ઉંમરમાં એકવાર તે પોતાના કોઈ સંબંધીને મળવા પહોંચી હતી જ્યારે તેનુ મૃત્યુ થવાનું હતુ. અરીના કહ્યા પ્રમાણે તેને એક ખૂબ જ અલગ પ્રકારની ગંધનો અહેસાસ થયો હતો, અને તે ગંધને અરી સિવાય બીજુ કોઈ અનુંભવી શકતુ નહોંતુ. ત્યાર બાદ તેણે આ ગંધનો ઘણીવાર અનુભવ કર્યો હતો અને જેની પાસે અનુભવ કર્યો તેની થોડાકજ સમયમાં જ મૃત્યુ થઈ ગઈ.

તેની પાસે સીક્સ્થ સેન્સ હોવા છતા તે કોઈનો જીવ બચાવી શકતી નથી. તે બધુ જાણતી હોવા છતા ક્યારેય કોઈને કહેતી નથી કે કોણ મરવાનુ છે. તેને લાગે છે કે આવુ કરવું યોગ્ય નથી. તે એ પણ નથી જાણતી કે લોકો તેની આ વાત પર કેવો રિએક્ટ કરશે તેનું શું પરિણામ આવશે. તે વિચારે છે તેણે કુદરત સાથે ચેડા ન કરવા જોઈએ અને માટે જ તે કોઈને મૃત્યુ વિશે જણાવતી નથી.

You might also like