VIDEO: સુમુલ ડેરીનાં સમર્થનમાં વિશાળ રેલી, રાજકારણીઓનાં પગપેસારા મુદ્દે વિરોધ

તાપીઃ સુમુલ ડેરીનાં વિરોધનાં પગલે ડેરીનાં સમર્થનમાં આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ડેરીનાં સભાસદો જોડાયાં હતાં. વિવિધ બેનરો તેમજ પ્લેકાર્ડ સાથે નાચતા ગાતા રેલી યોજીને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો સુમુલ ડેરીનો વિરોધ રાજકારણ પ્રેરિત હોવાનો આરોપ ડેરીનાં સભાસદે લગાવ્યો હતો.

સુમુલ ડેરી મુદ્દે આજે સુમુલ ડેરીનાં સમર્થનમાં આજે રેલી કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં સુરત તાપી જિલ્લાનાં અનેક પશુપાલકો જોડાયાં હતાં અને ગત 31મી મેંનાં રોજ જે સુમુલનાં વિરોધમાં રેલી નીકળી હતી તે રાજકારણ પ્રેરિત હોવાનાં આક્ષેપો સાથે રેલી નીકળી હતી.

31મી મેંનાં રોજ તાપી જિલ્લાનાં વ્યારા ખાતે સુમુલ ડેરીનાં વિરોધમાં વિવિધ સાત જેટલાં મુદ્દે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી રાજકારણ પ્રેરિત હોવાનાં આક્ષેપો સાથે આજે સુમુલ ડેરીનાં સમર્થનમાં એક વિશાળ રેલી હતી. જેમાં હજારોની સંખ્યામાં સુમુલ ડેરીનાં સભાસદો હાજર હતાં. જેમણે સુમુલ બચાવોનાં બેનરો સાથે નાચતા ગાતા વ્યારા નગરમાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

You might also like