CM રૂપાણીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું સમાપન

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સુજલામ સફલામ જળસંચય અભિયાનનું આજે સમાપન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ધંધુકામાં સમાપન કાર્યક્રમ યોજાયો. ધંધુકાના પિરાસર ગામમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી છે.

આ મહત્વનું છે કે 1 મેએ ભરૂચથી જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં અનેક જગ્યાએ તળાવ ખોદવામાં આવ્યા છે. હાલ તો સરકાર 110 ટકા કાર્યો પૂર્ણ થયા હોવાનો દાવો કરી રહી છે. જોકે કેટલાક કાર્યો બાકી હોય સરકારે 7 જૂન સુધીમાં પૂર્ણ થવાની બાહેંધારી આપી છે.

રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો અને ડેમો ઊંડા કરવાની કામગીરી ચાલી હતી. આ અભિયાનના કામોની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જળ અભિયાનના કામોનું માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી તળાવો અને ડેમો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા આગામી ચોમાસા દરમ્યાન પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તેમજ ભવિષ્યમાં પાણીની વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે કરોડો રૂપિયાનાં ખર્ચે જળ સંચય અભિયાનનો રાજ્ય વ્યાપી તારીખ 1લી મેંથી સરકારનાં મંત્રીઓ અને રાજકીય આગેવાનોનાં હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યવ્યાપી જળસંગ્રહ અભિયાન યોજનાનો પ્રારંભ ભરૂચ ખાતેના કોસમડીથી કરાવ્યો હતો.

You might also like