બેકારીથી કંટાળેલા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

અમદાવાદ, બુધવાર
આણંદ નજીક સાગોડપુરા ગામે રહેતા એક યુવાને બેકારીથી કંટાળી જઇ આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, આણંદ નજીક આવેલા સાગોડપુરા ગામે રહેતા પરસોત્તમભાઇ પુંજાભાઇ ખ્રિસ્તીનો ર૯ વર્ષીય પુત્ર રજનીકાંત કોઇ કામ-ધંધો ન મળતા છેલ્લા કેટલાક વખતથી બેકારી ભોગવતો હતો. બે દિવસ પહેલા આ પરિવારના સભ્યો બહારગામ ગયા તે દરમ્યાન રજનીકાંતે બેકારીથી કંટાળી જઇ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

You might also like