Categories: Gujarat

Sugarfree Cyclothon 2016: 3,000થી વધુ સાઈકલસવારે લીધો ભાગ

અમદાવાદ: પોતાની ગિયર્ડ સાઈકલ્સ અને સ્પોર્ટસ એસેસરીઝ દર્શાવતા ૩,૦૦૦થી વધુ ઉત્સાહી સાઈકલસવારે સુગરફ્રી સાઈક્લોથોન અમદાવાદ ૨૦૧૬માં ભાગ લીધો હતો. જેપી સ્પોર્ટસ એન્ડ ઈવેન્ટ્સ દ્વારા યોજાયેલી આ ઈવેન્ટને ગુજરાતના પ્રવાસન પ્રધાન સૌરભભાઈ પટેલે લીલીઝંડી આપી હતી. આ ઈવેન્ટમાં વિવિધ કેટેગરીઝ હેઠળ કુલ રૂ. ૧૨.૫ લાખના ઈનામો આપવામાં આવ્યા હતા.

રવિવારે વહેલી સવારે યોજાયેલી આ ઈવેન્ટમાં વિવિધ વર્ગ અને વયજૂથના સાઈકલસવારો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. પ્રોફેશનલ રાઈડર્સ ઉપરાંત અનેક ગૃહિણીઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સુક જણાતા હતા. સાઇકલસવાર માટે સુગરફ્રી સાઇક્લોથોન અમદાવાદ ૨૦૧૬માં પાંચ કેટેગરી હતી – ચેમ્પિયન્સ રાઇડ (૧૦૦ કિમી), ચેલેન્જર્સ રાઇડ (૫૦ કિમી), ગ્રીન રાઇડ (૧૪ કિમી), ફેશન રાઇડ (૫ કિમી) અને કિડ્સ રાઇડ (૨ કિમી). ૧૦૦ કિમીની ચેમ્પિયન્સ રાઈડના વિજેતાને રૂ. એક લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું.

સુગરફ્રી સાઇક્લોથોન અમદાવાદ ૨૦૧૬માં દેશની પ્રથમ મહિલા બ્લેડ રનર હૈદરાબાદની કિરણ કનોજિયા પણ સામેલ હતા જેમણે ૫૦ કિમીની ચેલેન્જર્સ રાઇડ માટે નામ નોંધાવ્યું હતું. સામાજિક કલ્યાણ યોગદાન માટે પ્રતિબદ્ધતાના ભાગરૂપે કાર્યક્રમમાં એકત્ર કરવામાં આવેલા ભંડોળનો મોટો હિસ્સો સામાજિક હેતુ માટે ફાળવવામાં આવશે.

ગુજરાત સરકારના પ્રવાસન પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે “અમદાવાદના લોકોએ સાઇક્લિંગને પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત સરકાર હંમેશાથી દરેક પ્રકારની રમત ગમતને ઉત્તેજન આપતી રહી છે પછી તે સાઇક્લિંગ હોય, તરણ સ્પર્ધા હોય કે સ્કેટિંગ હોય. તેથી આ કાર્યક્રમનો હિસ્સો બનવો એ આનંદની બાબત છે.”

આ પ્રસંગે જેપી સ્પોર્ટસ એન્ડ ઈવેન્ટ્સના સ્થાપક જીગર પટેલે જણાવ્યું હતું કે “સુગરફ્રી સાઇક્લોથોનને મળેલા પ્રચંડ અને ઉત્સાહવર્ધક પ્રતિસાદથી અમે ખરેખર આનંદિત થયા છીએ. ૩,૦૦૦ કરતા વધારે નોંધણી થઇ તે ખરેખર મોટી સંખ્યા છે. તે દર્શાવે છે કે યુવાનોમાં ફીટનેસ, રમતગમત અને સાઇક્લિંગ અંગે જાગૃત્તિ, ઉત્સાહ અને રસમાં વધારો થયો છે. સાઇક્લિંગ એ ખરેખર સારી રમત છે અને આપણા પ્રદૂષિત વિશ્વમાં સાઇક્લિંગને પર્યાવરણ માટે ઉમદા કાર્ય તરીકે જોવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા અમે સાઇક્લિંગને એક રમત તરીકે પ્રોત્સાહિત કરીને હરિયાળા શહેર, સ્વચ્છ શહેર અને તંદુરસ્ત શહેરને ઉત્તેજન આપીએ છીએ.”

જે પી સ્પોર્ટ્સ એન્ડ ઇવન્ટ્સ વિશે
જે પી સ્પોર્ટ્સ એન્ડ ઇવન્ટ્સ એક વિશિષ્ટ સ્ટાર્ટ-અપ છે જે ગુજરાતભરમાં રમતગમતને પ્રોત્સાહન આપવાનું મિશન ધરાવે છે. રમતગમતના ચાહક અને રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ ખેલાડી જિગર પટેલ દ્વારા સ્થાપવામાં આવેલી કંપની રમતગમતની પહોંચ વધારીને તેને નવી ઊંચાઇએ લઇ જવા માટે સક્રિય છે. જે પી સ્પોર્ટ્સ એન્ડ ઇવન્ટ્સ વિવિધ સાઇક્લિંગ સ્પર્ધાઓ, કોમ્યુનિટી રાઇડ્સ, વિખ્યાત નાઇટ રાઇડ્સ તથા અમદાવાદમાં પ્રથમ ક્રોસ કન્ટ્રી રેસ યોજવા સહિતની વિવિધ સિદ્ધિ ધરાવે છે. આ સાહસની સ્થાપના નવોદિત ખેલાડીઓ, કોર્પોરેટ કર્મચારીઓ તથા અમદાવાદના રમતગમત પ્રેમી નાગરિકોની આકાંક્ષાઓ સંતોષવા કરવામાં આવી હતી જેનાથી તેમને કામના સ્થળના તણાવથી દૂર હળવાશમાં હળવામળવા માટે એક મંચ પૂરું પાડી શકાય.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

4 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

4 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

4 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

4 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

5 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

5 hours ago