Categories: Business

શુગર, પેટ્રોલિયમ, સિમેન્ટ, બેઝિક મેટલ સેક્ટરમાં લોન ધિરાણમાં ૧૯ ટકા સુધીનો ઘટાડો

મુંબઇ: દેશની બેન્કમાં કરોડો રૂપિયાનાં કૌભાંડ બહાર આવી રહ્યાં છે અને તેના કારણે બેન્કો આર્થિક મુશ્કેલીમાં સપડાઇ છે. બેન્કોની એનપીએ વધી રહી છે. આવા સંજોગોમાં કેટલાંક ખાસ સેક્ટર બેન્ક લોન મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. એસોચેમના રિપોર્ટ મુજબ શુગર, પેટ્રોલિયમ, કોલ ઇન્ડસ્ટ્રીઝ, સિમેન્ટ, બેઝિક મેટલ જેવાં ઉત્પાદન ક્ષેત્ર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના સમયગાળા દરમિયાન બેન્ક લોન સેવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

આ ગાળા દરમિયાન આ સેક્ટરમાં બેન્ક ધિરાણમાં બે ટકાથી ૧૯ ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવાયો હોવાનું તાજેતરમાં બહાર આવેલા એસોચેમના રિપોર્ટમાં જણાવ્યું છે.

સારા ચોમાસાના કારણે એગ્રિકલ્ચર સેક્ટરનું પર્ફોર્મન્સ સારું રહેવાની આશા છે તેમ છતાં ક્રૂડ સેક્ટરમાં નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના સમયગાળા દરમિયાન ૧૬ ફેબ્રુઆરી સુધી ધિરાણમાં ૧૯.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ગાળા દરમિયાન પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પણ ધિરાણમાં ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. રોડ, પાવર અને ટેલિકોમ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ધિરાણમાં ૧.૬ ટકાથી છ ટકાનો ઘટાડો નોંધાયો છે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્કના ડેટામાં વિરોધાભાસી બાબત જોવા મળી રહી છે. બેન્કની વધતી એનપીએ સામે બેન્કોએ વધુ ને વધુ પ્રોવિઝનિંગ કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો બીજી બાજુ પાવર, ટેલિકોમ સેક્ટરની કંપનીઓમાં બેન્કોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે, જોકે રિપોર્ટમાં જણાવ્યું છે કે માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન, ટેક્સટાઇલ, રબર, પ્લાસ્ટિક જેવા સેક્ટરની આર્થિક સ્થિતિમાં સુધારો નોંધાઇ રહ્યો છે.

divyesh

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

9 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

10 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

11 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

11 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

13 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

14 hours ago