સફળતા જ સર્વસ્વઃ સોનમ

સોનમ કપૂરે બોલિવૂડમાં ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘નીરજા’ જેવી ફિલ્મો આપી તેનાથી તેની કરિયરનો ગ્રાફ સુધર્યો છે. તે કહે છે કે હવે હું માનવા લાગી છું કે આ ઇન્ડસ્ટ્રીમાં સફળતા જ સર્વસ્વ છે, જ્યારે તમારી કિસ્મતમાં સફળતા આવવા લાગે છે ત્યારે તમારી આસપાસનું બધું બદલાવા લાગે છે. કદાચ દુનિયા આ જ રીતે ચાલે છે. ‘નીરજા’ ફિલ્મમાં સોનમની ભૂમિકાને ખૂબ જ પ્રશંસા મળી હતી, પરંતુ સોનમ આ ફિલ્મને તેની લાઇફનો ટર્નિંગ પોઇન્ટ માનતી નથી. તે કહે છે કે ‘નીરજા’માં લીડ ભૂમિકા માટે મારા અભિનયનાં લોકોએ ખૂબ જ વખાણ કર્યાં. ફિલ્મ ‘રાંઝણા’ દરમિયાન મને આવી જ પ્રતિક્રિયાઓ મળી હતી, તેમ છતાં પણ મારી બેસ્ટ ફિલ્મ હજુ આવવાની બાકી છે. મારે હજુ ઘણું બધું શીખવાનું છે.

સોનમની આ બેસ્ટ માટે દર્શકોએ કેટલી રાહ જોવી પડશે તે અંગે વાત કરતાં તે કહે છે કે હું નિર્દેશકની અભિનેત્રી છું અને સારું કે ખરાબ નિર્દેશકના હાથમાં હોય છે. જો નિર્દેશક સંતુષ્ટ હશે તો મારા માટે સારું કામ હશે. કયો નિર્માતા મને ક્યારે બેસ્ટ કામ આપે છે તે જોવાનું રહ્યું. થોડી સારી ફિલ્મો આપ્યા બાદ અભિનેત્રી તરીકે આજે લોકો સોનમને થોડી ગંભીરતાથી લેવા લાગ્યા છે. તે કહે છે કે ‘રાંઝણા’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘નીરજા’ બાદ મને અભિનેત્રી તરીકે ગંભીરતાથી લેવાય છે તે વાત સાચી છે. પહેલાં હું એવી સ્થિતિમાં હતી કે જ્યારે કોઇ સરળતાથી મારા પર વિશ્વાસ મૂકવા તૈયાર ન હતું.

http://sambhaavnews.com/

You might also like